અમાસ ફળી : નર્મદામાં પાણી છોડાતા બ્રાહ્મણો-નાવિકોને રોજીરોટી મળવાની આશા ફરી બંધાઈ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1500 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનું શરૂ કરાતા છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતી અને મૃતપાય બનેલી નર્મદાજીમાં નવા પ્રાણ પૂરાયા છે. જેને લઈ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદાના નવા નીર નાવિકો અને બ્રાહ્મણ માટે જીવાદોરી બન્યા છે. તો બીજી તરફ, અમાસના દિવસે પાણી આવતા શ્રદ્ધાળુઓ પણ ખુશખુશાલ બનીને શ્રદ્ધાથી ડુબકી લગાવી હતી. 
અમાસ ફળી : નર્મદામાં પાણી છોડાતા બ્રાહ્મણો-નાવિકોને રોજીરોટી મળવાની આશા ફરી બંધાઈ

જયેશ દોશી/ચિરાગ પટેલ/નર્મદા :સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1500 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનું શરૂ કરાતા છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતી અને મૃતપાય બનેલી નર્મદાજીમાં નવા પ્રાણ પૂરાયા છે. જેને લઈ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદાના નવા નીર નાવિકો અને બ્રાહ્મણ માટે જીવાદોરી બન્યા છે. તો બીજી તરફ, અમાસના દિવસે પાણી આવતા શ્રદ્ધાળુઓ પણ ખુશખુશાલ બનીને શ્રદ્ધાથી ડુબકી લગાવી હતી. 

1500 ક્યુસેક પાણી છોડાતા નાવિકો-બ્રાહ્મણોની રોજીરોટી ફરી મળી
પૂરા ગુજરાતભરમાં ડેમો અને ચેકડેમો બાંધી રાજ્ય સરકારે ગુજરાતની નદીઓ લુપ્ત બનાવી લીધી છે. જેથી નદીમાં નાવડી લઈને પોતાના પરિવાર ગુજરાન ચલાવવાવાળા પરિવારો પર સંકટના વાદળ છવાઈ ગયા છે. જ્યારે વડોદરાના ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીમાં નવા નીર રાજ્ય સરકાર દ્વારા છોડવામાં આવતા નાવિક પરિવારો તેમજ ચાંદોદના બ્રાહ્મણો અને ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી નર્મદા નદીમાં પાણી ન હોવાથી નાવડીઓ પાણીમાં જઈ શક્તી ન હતી. તેમજ પાણી ઓછું હોવાથી ચાંદોદ ખાતે પિતૃતર્પણ અને ધાર્મિક વિધિ વિધાન માટે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી જોવા મળી રહી હતી. જેની સીધી અસર ચાંદોદના બ્રાહ્મણો ઉપર થઇ રહી હતી. જેથી બે દિવસ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા નર્મદા ડેમમાંથી 1500 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવાથી બ્રાહ્મણો અને નાવિકોની ફરી પાછી રોજી પાછી મળી છે.

પહેલા લાત મારી, અને હવે માફી માંગવાનું ‘નાટક’ કરી બલરામ બોલ્યા, દૂધ અને ખાંડ મળી ગઈ છે

શ્રદ્ધાળુઓને અમાસના દિવસે નર્મદા ફળી
નર્મદા નદીમાં આકરા ઉનાળાને કારણે છેલ્લા ઘણા સમયથી કોરીકટ બની છે. પણ અમાસના દિવસે પાણી આવતા શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી હતી. દર અમાસે નર્મદા સ્નાનનું મહત્વ હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નર્મદાના જળ છીછરા બન્યા હતા. આ પાણી નર્મદા નદીમાં આવતા આજે સોમવતી અમાસના દિવસે નર્મદા બે કાંઠે વહેતી થતા શ્રદ્ધાળુઓમાં આનંદ વ્યાપ્યો હતો. તો સ્થાનિક લોકો પણ નર્મદામાં નીર જોઈને ખુશખુશાલ જોવા મળ્યા હતા. 

ચાંદોદ ખાતે આવેલા એક બ્રાહ્મણ યોગેશભાઈ પુરોહિત જણાવે છે કે, ચાંદોદના બ્રાહ્મણ અને નાવિકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ  છેલ્લા ચોમાસા પછી એક પણ વખત પાણી છોડવામાં ન આવ્યું. જેથી ક્યાંકને ક્યાંક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. હાલ કાંઠા વિસ્તારના રહીશોની અનેક રજૂઆતના પગલે નર્મદામાં પાણી છોડાતા સુખીભઠ્ઠ થયેલી નર્મદા જીવંત થઈ વહેવા લાગી છે. જેના કારણે ચાંદોદ સહિતના કિનારાવાસીઓ, આવનાર શ્રદ્ધાળુઓ, નર્મદાના મુખ્ય પ્રવાહ સાથે સંકળાયેલા નાવિક શ્રમજીવીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. ત્યારે કાયમ માટે પાણીનો પૂરતો પ્રવાહ જળવાઈ રહે તેઓ સૌ આશાવાદ સેવી રહ્યા છે. આમ નર્મદા સૂકીભઠ્ઠ બનતા બેકારીનો પ્રશ્ન પણ પેચીદો બન્યો હતો, તો વળી ભરૂચ પાસે નર્મદા નદીના પાણી ન પહોંચતા નર્મદાનો પટ સૂકો બનવાની સાથે દરિયાના પાણી છેક આગળ સુધી આવી જતા નર્મદાના તટ પર ખારાશ વધી છે.  

હવે ચોમાસુ બેસવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેમજ આગામી 4 જૂનથી દસ દિવસ સુધી તીર્થક્ષેત્ર ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે પારંપરિક ગંગા દશાહરા મહોત્સવ યોજાશે. અહીં દિવ્ય આરતી સહ નર્મદા સ્નાનનો લાભ લેવા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પધારશે, ત્યારે જો નર્મદાનો પ્રવાહ અસ્ખલિત રીતે વહેતો રહેશે તો શ્રદ્ધાળુઓ બોટિંગના લાભ સાથે આસપાસના ધાર્મિક સ્થળોની પણ હોડી મારફતે મુલાકાત લઇ શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news