રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાતમાં સાધુ-સંતોની મહિમા અપ્રમપાર છે. ત્યારે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થયા હોવાની માહિતી મળતા ખળભળાટ મચ્યો છે. આજે સવારથી જ હરિહરાનંદ બાપુ સંપર્ક વિહોણા થયા છે. ભારતી આશ્રમના વિવાદથી હરિહરાનંદ બાપુ વ્યથિત હતા જેણા કારણે આશ્રમ છોડીને હરિહરાનંદ ભારતી બાપુ નીકળી ગયા છે. હરિહરાનંદ બાપુની લિખિત ચિઠ્ઠી અને વીડિયો સામે આવ્યો છે. એટલું જ નહીં હરિહરાનંદ બાપુનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે આશ્રમની સંપત્તિનો કથિત વિવાદ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ સંપત્તિનો વિવાદ વકર્યો હતો. જેમાં બોગસ વિલ કેટલાક લોકોએ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેણા કારણે વિવાદથી કંટાળીને સ્વામીએ કહ્યું બધું છોડીને જઈ રહ્યો છું, ભારતી બાપુના જૂનાગઢ, સરખેજ અને ગોરા-નર્મદામાં આશ્રમ આવેલા છે.



 
આ વિશે મળતી માહિતી પ્રમાણે  મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુ થતા ચારેબાજુ ચર્ચાઓ વહેતી થઈ છે. આજે સવારથી હરીહરાનંદ ભારતી બાપુ સંપર્ક વિહોણા થયા હોવાની માહિતી મળી છે. હરીહરાનંદ ભારતી બાપુ વડોદરા નજીક હાઇવે પાસેથી ગુમ થયા છે. સરખેજ ભારતી આશ્રમના વિવાદથી હરીહરાનંદ ભારતી બાપુ વ્યથિત હતા. જેમાં આશ્રમના વીલમાં નામ હોવા છતાં કાવાદાવા થયા હોવાનો આક્ષેપ કરાયો હતો. વીલ પોતાના નામે હોવા છતાં ખોટા વીલ બનાવવાનો હરીહરાનંદ ભારતી બાપુએ આક્ષેપ કર્યો હતો.


હરીહરાનંદ ભારતી બાપુએ ગુમ થતાં પહેલાં એક ચીઠ્ઠી લખી હતી, એટલું જ નહીં એક વિડિયો પણ બનાવ્યો હતો. હરીહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક થયા બાદ ગાદી સંભાળી રહ્યા છે. આજની ઘટના બાદ હરીહરાનંદ ભારતી બાપુના ભક્તો વડોદરાના વાડી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. હરીહરાનંદ ભારતી બાપુને માથાભારે શખ્શો તરફથી જાનથી મારી નાખવાની ધાક ધમકી પણ મળતી હોવાનો આક્ષેપ ભક્તોએ પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેણા કારણે વડોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube