આણંદ : શહેરનાં વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાં અનુસ્નાતક વિભાગમાં અભ્યાસ કરતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી મહારાષ્ટ્રીય યુવતીએ હોસ્ટેલનાં રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રનાં સાંગલી ગામની શ્રૃતિબેન સુહાસભાઈ ભાસ્મે વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીનાં સ્ટેટેસ્ટીક વિભાગમાં અનુસ્નાતકનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત 23 ડીસેમ્બરનાં રોજ તેણી રાણી લક્ષ્મીબાઈ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા આવી હતી અને તેણી હોસ્ટેલનાં રૂમ નં.90માં સુનયના પાટીલ નામની વિદ્યાર્થીની સાથે રહેતી હતી. ઘટનાનાં દિવસે સવારે સુનયના અને શ્રૃતિ બન્ને સાથે પોતાનાં રૂમમાંથી હોસ્ટેલની મેસમાં ચ્હા નાસ્તો કરવા ગયા હતા. ચ્હા નાસ્તો કર્યા બાદ સુનયના ડીપાર્ટમેન્ટમાં ગઈ હતી. જયારે શ્રૃતિ પોતાનાં રૂમ પર પરત ગઈ હતી ત્યારબાદ તેણીએ પોતાનાં દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની અતિપવિત્ર યાત્રા, વેદો-પુરાણોમાં પણ જેને ગણાવાઇ છે દુ:ખ ભંજની યાત્રા


બપોરનાં સુમારે સુનયનાં સહીત વિદ્યાર્થીનીઓ ડીપાર્ટમેન્ટમાંથી પરત આવતા તેઓ રૂમનો દરવાજો ખખડ઼ાવવા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર નહી મળતા તેમજ દરવાજો નહી ખોલતા વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલનાં વોર્ડનને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. રૂમનો દરવાજો તોડીને તપાસ કરતા શ્રૃતિનો મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો. જેથી આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસને જાણ કરતા પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી.અને મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડયો હતો. 


વર્ષ ગમે તે આવે ખેડૂતોની સ્થિતિ તો એવીને એવી જ રહેશે, અંબાલાલ પટેલની ભયાનક આગાહી


પોલીસનાં જણાવ્યા અનુસાર શ્રૃતિને વલ્લભવિદ્યાનગરમાં ગમતું ન હતી. જેથી તેણી અહીયાં ખાસ કોઈની સાથે વાતચીત પણ કરતી ન હતી. તેનાં કારણે જ તેણીએ આત્મહત્યા કરી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ દ્વારા આત્મહત્યા કરવાની ધટનાને લઈને હોસ્ટેલમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોષ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેણીનાં સગા સંબધીઓને સોંપતા મૃતદેહને મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યો હતો. આ ધટના બાદ એફએસએલ દ્વારા પણ ધટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનીનાં રૂમમાં રહેતી રૂમપાર્ટનર તેમજ અન્ય વિદ્યાર્થીનીઓનાં પણ નિવેદન નોંધવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીનાં પિતા પોષ્ટમોર્ટમનો રીપોર્ટ લેવા આવશે ત્યારે તેઓનું પણ નિવેદન નોંધવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube