મહાત્મા ગાંધીનાં નિર્વાણ દિને પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે 73મો નિર્વાણદિન હોવાથી દેશ-દુનિયામાં તેઓને શ્રદ્ધાજંલી આપવામાં આવી રહી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ કિર્તીમંદિર ખાતે પણ સાંજે નિર્વાણદિન નિમિતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ હતી. જેમાં પોરબંદર જિલ્લાના પ્રભારી સચિવ એમ.જે.ઠક્કર,જિલ્લા કલેક્ટર સહીતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત શહેરીજનો તથા શાળાના બાળકો સહિતના મહાનુભાવોએ બે મિનીટ મૌન પાળીને મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તો સાથે જ બાપુના પ્રિય ભજન વૈષ્ણ વજનતો તેને રે કહીએ સહિતના ભજનો ગાઈ બાપુને શ્રધ્ધાજંલી પાઠવાઈ હતી.
અજય શિલુ/ પોરબંદર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે 73મો નિર્વાણદિન હોવાથી દેશ-દુનિયામાં તેઓને શ્રદ્ધાજંલી આપવામાં આવી રહી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ કિર્તીમંદિર ખાતે પણ સાંજે નિર્વાણદિન નિમિતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ હતી. જેમાં પોરબંદર જિલ્લાના પ્રભારી સચિવ એમ.જે.ઠક્કર,જિલ્લા કલેક્ટર સહીતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત શહેરીજનો તથા શાળાના બાળકો સહિતના મહાનુભાવોએ બે મિનીટ મૌન પાળીને મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તો સાથે જ બાપુના પ્રિય ભજન વૈષ્ણ વજનતો તેને રે કહીએ સહિતના ભજનો ગાઈ બાપુને શ્રધ્ધાજંલી પાઠવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube