તેજસ દવે, મહેસાણા: ઊંઝા (Unjha) ના ઉનાવા પાસે બનાસકાંઠાના વેપારીને લૂંટીને કાર સાથે ફરાર થઈ જવાના બનાવ નો ભેદ ઉકેલાઈ ગયો છે. ગત 7 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી બનાસકાંઠાના ઢીમા ખાતે કારમાં 20 લાખ રોકડ સાથે જઈ રહેલા વેપારીની કારમાં મુસાફરના સ્વાગમાં બેઠેલા ત્રણ શખ્સ કાર અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ગુનો આચરી રાજસ્થાનના પચપદરા ભાગી ગયેલી રાજસ્થાનની ગેંગના મુખ્ય સૂત્રધારને મહેસાણા એલ સી બી (LCB) એ ઝડપી લેતા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જો જે હજુ પણ આ ગુનાને અંજામ આપનાર બે શખ્સ પોલીસ પકડથી દુર છે. ઝડપાયેલો શખ્સ ભૂતકાળમાં પોતાની ટોળકી સાથે મળી અનેક લૂંટના ગુનાને અંજામ આપી ચુક્યો છે. જ્યારે બે વખત પોલીસ ઉપર ફાયરિંગ કરવાનો ગુનો પણ પકડાયેલા આરોપી વિરુદ્ધ નોંધાયેલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇવે ઉપર લૂંટના ગુનાનું પ્રમાણ હાલમાં દિન પ્રતિદિન વધી રહ્યું છે.ત્યારે એક નવી મોડસ ઓપરેન્ડીથી લૂંટને અંજામ આપતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર મહેસાણા પોલીસના હાથે પકડાઈ ગયો છે. મહેસાણા પોલીસે બિશનોઈ શ્રવણ રામ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. આ શખ્સ મૂળ રાજસ્થાનના પંચપદરાનો રહેવાસી છે.આ શખ્સ રાજસ્થાન અને ગુજરાતમાં અનેક લૂંટના ગુનાને અંજામ આપી ચુક્યો છે. શ્રવણ રામ અને તેની ટોળકી સામે રાજસ્થાન અને ગુજરાતમાં કુલ 24 કરતા વધુ લૂંટના ગુના નોંધાયેલા છે. 

આશ્રમનો ચોંકાવનારો કિસ્સો: પુત્રની જરૂર હોય તે ફ્રૂટની પ્રસાદી લે એમ કહી દુષ્કર્મ આચરનાર સંત ઝડપાયો


શ્રવણરામની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આ શખ્સ ત્રણની ટોળકી સાથે મળી કારમાં મુસાફર બનીને બેસતા અને તક મળતા જ કાર ચાલકને હથિયાર બતાવી રસ્તામાં ઉતારી દઈ કાર આથે ફરાર થઈ જાય છે. આ જ મોડ્સ ઓપરેન્ડીથી શ્રવણ રામ અને તેની ટોળકીએ ગત તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી બનાસકાંઠાના ઢીમા કાર લઈને જઈ રહેલા વેપારી રમેશ ચૌધરીને ઊંઝાના ઉનાવા પાસે લૂંટી લીધો અને કાર અને રોકડ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતાં. મહેસાણા એલસીબીએ બાતમી આધારે ઊંઝા નજીકથી આ ગુનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો છે.


રાજસ્થાનની આ કુખ્યાત ગેંગ ગુજરાતમાં આ પ્રકારે 10 કરતા વધુ ગુના આચરી ચુકી છે. જો કે હાલમાં આ ગેંગનો મુખ્ય સૂત્રધાર જ પોલીસને હાથ લાગ્યો છે. જ્યારે હજુ પણ આ ગેંગના શ્રી રામ પાબુ રામ બિશનોઇ અને ભગીરથ રામ બિશનોઈ હજુ ફરાર છે. આ ગેંગ અડાલજથી રમેશ ચૌધરીની કારમાં મુસાફર બનીને બેઠી હતી અને ઊંઝાનું ઉનાવા આવતા ઉલટી થતી હોવાનું બહાનું બતાવી કાર ઉભી રખાવી હતી.

Price Hike: આવતીકાલથી વધી શકે છે ગેસના ભાવ, ગેસના વધતાં આ જાણો શું-શું થશે મોંઘુ?


આ દરમિયાન પાછળ બેઠેલ શખ્સએ હથિયાર બતાવી રમેશ ચૌધરીને કારમાંથી ઉતરી જવા કહ્યું હતું. અને કારમાં રાખેલ 20 લાખ રોકડ ભરેલો થેલો અને કાર સાથે આ ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતાં. આગળ જઈને આ ત્રણ શખ્સએ કારની નંબર પ્લેટ બદલી નાખી હતી અને ત્યારબાદ રાજસ્થાન પહોંચી ગયા હતાં. જો કે મહેસાણા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી હાલમાં કાર કબજે લીધી છે. 


આમ મહેસાણા એલસીબીએ ગણતરીના દિવસોમાં જ આ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી આ ગુનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર બિશનોઈ શ્રવણ રામને ઝડપી જેલ હવાલે કર્યો છે. પોલીસે આરોપીને ઊંઝા કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માગણી કરી. જેમાં કોર્ટે 6 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આ પ્રકારના કેટલા ગુનાઓને આ લૂંટારું ટોળકીઓએ અંજામ આપ્યા છે તે બહાર આવી શકે છે. જોકે આ ગુનાને અંજામ આપનાર 2 આરોપી હજુ ફરાર છે તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube