ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાવાથી પાર્ટીને પાટીદાર સમાજનો પણ સાથ મળશે
![ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાવાથી પાર્ટીને પાટીદાર સમાજનો પણ સાથ મળશે ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાવાથી પાર્ટીને પાટીદાર સમાજનો પણ સાથ મળશે](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2021/06/27/334389-maheshsavanimanishsisodiazee.jpg?itok=5OkipxoK)
- દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત આવતા જ રાજનીતિ તેજ થઈ
- મનીષ સિસોદિયાને મળવા આવેલ મહેશ સવાણીની બેઠક શરૂ થઈ છે
- આ મુલાકાત પહેલા મહેશ સવાણીએ મીડિયાને કહ્ય કે, હું મળવા આવ્યો છે
- આ મુલાકાત બાદ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે તે સ્પષ્ટ થઈ ગયું છે
ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા આજે ગુજરાતની મુલાકાતે છે. મનીષ સિસોદિયા સુરત પહોંચ્યા છે. જ્યાં તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. મનીષ સિસોદિયા હાલ સર્કિટ હાઉસમાં AAPના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો આદે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પત્રકારમાંથી નેતા બનનાર ઈસુદાન ગઢવીની પણ હાજરી રહેશે. હાલ તો મનીષ સિસોદિયા (manish sisodia) ની પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર છે કે તેઓ શુ જાહેરાત કરે છે અને કેટલા લોકો આપમાં જોડાય છે.
આ પણ વાંચો : સફળ ઓપરેશન : દર્દીના ચહેરાની સુંદરતા ન બગડે તે રીતે કરાઈ મ્યુકોરમાઈકોસિસની સર્જરી
મહેશ સવાણીના જોડાવાથી આપને શું ફાયદો થશે
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત આવતા જ રાજનીતિ તેજ થઈ છે. મનીષ સિસોદિયાને મળવા માટે સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી (mahesh savani) પહોંચ્યા. આ મુલાકાત બાદ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતમાં એક પછી એક મોટા ચહેરાઓ જોડવાની આપની રણનીતિ હાલ દેખાઈ રહી છે. ઉદ્યોગપતિ મહેશ સવાણીના જોડાવાથી આપને ગુજરાતમાં જમીન મળશે અને સાથે જ નાણાંકીય ફાયદો પણ થશે. વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્યોગપતિ મહેશ સવાણીના જોડાવાથી આપને ફંડની સાથે સાથે પાટીદાર સમાજનો પણ સાથ મળશે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં મહેશ સવાણીનું આગવું વર્ચસ્વ છે અને સાથે જ સામાજિક તેમજ ઔદ્યોગિક રીતે પણ તેઓ આગળ પડતા છે. જેના કારણે આમ આદમી પાર્ટીને મોટા ફાયદાની આશા છે.
આ પણ વાંચો : લલ્લુજી એન્ડ સન્સ પર રૂપાણી સરકાર મહેરબાન, વિવાદો છતા મોટો કોન્ટ્રાક્ટ કંપનીને પધરાવી દીધો
તો મનીષ સિસોદિયાને મળવા આવેલ મહેશ સવાણીની બેઠક શરૂ થઈ છે. આ મુલાકાત પહેલા મહેશ સવાણીએ મીડિયાને કહ્ય કે, હું મળવા આવ્યો છે.
આ ઉપરાંત આંદોલનકારી પ્રવીણ રામ સાથે મનીષ સિસોદિયા બંધ બારણ બેઠક કરે તેવી શક્યતા છે. છેલ્લા આઠ વર્ષથી પ્રવીણ રામ અનેક આંદોલનો ચલાવી રહ્યા છે.
જે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી
આ અગાઉ મનીષ સિસોદિયા 24 જૂન ગુરુવારે મુલાકાત લેવાના હતા પરંતું નાદુરસ્ત તબિયતના કારણે તેમની મુલાકાત રદ થઈ હતી.