સંતરામપુર : મહીસાગર જિલ્લાના લીંબડીયા એપીએમસી માર્કેટના ચેરમેન દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરીને વેપારી પાસેથી સસ્તા ભાવનો ખરીદીને ખોટું ખેડૂતના નામે ઓનલાઇન કરતા એપીએમસી માર્કેટના ચેરમેનને ચેરમેન પદ ઉપરથી દૂર કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ગામ ખાતે આવેલ એપીએમસી માર્કેટમાં થોડા સમય પહેલા ટેકાના ભાવે ચણાની ખરીદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં વીરપુર અને ખાનપુર તાલુકાના ખેડૂતો ટેકાના ભાવે ચણા વેચવા ખેડૂતો દ્વારા ઓનલાઇન પણ કરી દેવામાં આવ્યું હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર : ચાર યુવકોએ મળીને 19 વર્ષની સગીરાને પીંખી, બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો


પરંતુ ખેડૂતો પાસેથી ચણા ખરીદી ન કરી અનાજના વેપારી પાસેથી સસ્તા ભાવે ચણાની ખરીદી કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરીને ખેડૂતના નામનું ખોટું ઓનલાઇન કરી વેપારી પાસેથી અંદાજિત 700 રૂપિયા ખરીદી કરેલા ચણા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ 975 રૂપિયા ટેકાના ભાવે બતાવી એપીએમસી માર્કેટના ચેરમેન ભુલાભાઈ પટેલ અને તેના એપીએમસી માર્કેટના મળતીયાઓ દ્વારા સમગ્ર ભ્રષ્ટાચાર આદરીને મોટી કટકી કરી ખેડૂતોના હકના નાણાં ઘર ભેગા કર્યા હોવાનો બૂમ ના પગલે એપીએમસી માર્કેટ ખાતે અધિકારીઓ દોડી આવ્યા હતા. એપીએમસીમાં પડેલ ચણાનો જથ્થો સીઝ કરી ગોડાઉન સીલ કરીને તમામ તપાસ જિલ્લા રજિસ્ટ્રારને સોંપવામાં આવી હતી.


નવરાત્રિ અંગે મોટા સમાચાર, અનલોક-5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ


વીરપુર તેમજ ખાનપુર તાલુકાના મોટાભાગના ખેડૂતો સાથે અન્યાય કરી એપીએમસી માર્કેટના ચેરમેન ભુલાભાઈ પટેલ પોતાની મનમાની ચલાવી સત્તાનો દુરુપયોગ કરી મોટો ભ્રષ્ટાચાર આદર્શ હોવાની ખેડૂતો દ્વારા બૂમો ઊઠી હતી. લાગતા વળગતા અધિકારીઓ અને રજૂઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે વેપારી એ પણ ભુલા ભાઈ પટેલ 2 ટ્રક જેટલો ચણાનો જથ્થો લઇ ગયા હોવાનું કબૂલ્યું. સમગ્ર કૌભાંડની તપાસ થતાં ખેડૂતો સાથે અન્યાય કરી સત્તાનો દુરુપયોગ કરી ચેરમેન ભુલાભાઈ પટેલ ચણાની ખરીદીમાં મોટી કમાણી કરી લેવાના મુડમાં ભ્રષ્ટાચાર હોવાનું તપાસમાં બહાર આવતા હાલ તો જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ભુલાભાઈ પટેલને ચેરમેન પદેથી દૂર કરવામાં આવે છે. જો કે સમગ્ર ભ્રષ્ટાચાર મામલે એપીએમસીના ચેરમેન ભુલાભાઈ પટેલને ચેરમેન પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube