કારમાં AC ચાલુ કરી સૂઈ જતા હોવ તો સાચવજો, આર્મી મેનને ઊંઘમાં જ આવ્યું મોત
Death Of Person Inside Car : મહીસાગરમાં કારમાં એસી ચાલુ કરીને સૂઈ જવાથી રિટાયર્ડ આર્મી મેનનું મોત થયું, ગામ લોકોએ ગાડીનો દરવાજો તોડીને મૃતદેહ બહાર કાઢ્યો
Mahisagar New : ગરમીથી રાહત મેળવવા હવે એસી જરૂરી સાધન બની ગયું છે. ઘર, ઓફિસ કે બહાર જવાનું હોય લોકો એસી હોવાનો આગ્રહ રાખે છે. ત્યારે ક્યારેક આ એસી જીવલેણ સાબિત થઈ શકે છે. જો તમને કારમાં એસી ચાલુ કરીને સૂઈ જવાની આદત હોય તો છોડી દેજો. મહીસાગરમાં ગરમીમાંથી રાહત મેળવા ગાડીનું એસી ચાલુ કરી સૂતા રિટાયર આર્મી જવાનું મોત નિપજ્યું છે. મહીસાગરના ખાનપુર તાલુકાના ચનાશેરો ગામની આ ઘટના છે. ગાડીમાં નિંદ્રાધીન સમયે ગાડીનું પેટ્રોલ પૂરું થતા ગૂંગળામણને લઈ આર્મી જવાન મોતને ભેટ્યા છે. ગામ લોકો દ્વારા ગાડીના દરવાજા તોડી જવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
કારનું AC જીવલેણ બની શકે છે
કારમાં એસી (એર કન્ડિશનર) ચલાવીને સૂઈ જવું બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેના અનેક કારણો હોઈ શકે છે. જેને કારણે ગાડીનું એસી જીવલેણ સાબિત થઈ શકે છે.
1. કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જવું
બંધ ગાડીમાં કારમાં એસી ચલાવવાથઈ જો ગાડીનું એન્જિન યોગ્ય રીતે મેઈનટેઈન ન કર્યું હોય તો એક્ઝોસ્ટ સિસ્ટમ ખરાબ થઈ શકે છે. તો કાર્બન મોનોક્સાઈડ ગેસ ફેલાઈ શકે છે. આ ગેસ બહુ જ ઝેરીલો હોય છે. આ ગેસ રંગ અને ગંધ વગરનો હોય છે. જેને કારણે તેને સમજવું મુશ્કેલ બની જાય છે. તે રક્તમાં હિમોગ્લોબીન સાથે ભળી જાય છે, જેનાથી શરીરના અંગો સુધી ઓક્સિજન પહોંચતુ નથી, અને તેને કારણે મોત થાય છે.
ગુજરાતમાંથી ગાયબ થયો વરસાદ : 10 જુનથી દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું, હવે શું થશે!
2. ઓક્સિજન ઘટી જવું
બંધ ગાડીમાં લાંબા સમય સુધી એસી ચલાવવાથી ગાડીની અંદર હવા રિસાઈકલ થતી હોય છે. તેનાથી અંદરનું ઓક્સિજન ધીરે ધીરે સમાપ્ત થતુ જાય છે અને કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધતી જાય છે. ઓક્સિજનની અછતથી ગુંગળામણ થવાનો ખતરો વધી જાય છે. આ સ્થિત એક્ફિક્સિયા કહેવાય છે, તેના ગંભીર પરિણામ આવી શકે છે, જેમાં મોત પણ છે.
એર ફ્લોની અછત
જો ગાડી અંદરથી બંધ હોય અને અંદરની હવા બહાર જઈ નથી રહી, તો તે એક બંધ ચેમ્બર બની જાય છે. આ સ્થિતિમાં એસી ચલાવવું પણ ખતરનાક બની શકે છે. કારણ કે, એરફ્લોની અછતથી તાજી હવા અંદર આવી શક્તી નથી.
હીટ સ્ટ્રોકની ખતરો
અનેકવાર લોકો ઉંઘતા સમયે એસી બંધ કરી દે છે અને બારીઓ પણ બંધ રાખે છે. આવામાં ગાડીની અંદરનું તાપમાન તેજીથી વધી શકે છે. જેનાથી હીટસ્ટ્રોકનો ખતરો થાય છે. ખાસ કરીને ગરમીની મોસમમાં આ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
ગર્લ્સ કોલેજમાં છોકરાઓને એડમિશન, ગુજરાત યુનિવર્સિટીમાં ચોઈસ મુજબ એડમિશન ફાળવી દેવાયુ
સ્લીપિંગ પોઝિશન અને માહિતીનો અભાવ
કારમાં ઉંઘવાથી વ્યક્તિની પોઝિશન અને તેને માહિતીના અભાવે આ જાનલેવા સાબિત થઈ શકે છે. ગાડીમાં ઊંધતા સમયે એસીનો ઉપયોગ કરવા પર વ્યક્તિને યોગ્ય પોઝિશનમાં સૂવુ જોઈએ, જેથી તેને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય.
કારમાં એસી ચલાવતા આ બાબતોનું ધ્યાન રાખો
કારમાં એસી ચલાવવું છે અને સેફ રહેવુ હોય તો કેટલીક બાબતોનુ ધ્યાન રાખવાની જરૂર છે, સૌથી પહેલા તો કેટલીક ભૂલો ન કરવી જોઈએ.
- વાહનની નિયમિત સર્વિસ કરાવો અને એક્ઝોસ્ટ સિસ્ટમની તપાસ કરાવો.
- વાહનમાં CO ડિટેક્ટર ઇન્સ્ટોલ કરો જેથી લીકેજ શોધી શકાય.
- કારમાં સૂતી વખતે AC નો ઉપયોગ ન કરો અને હવા પસાર થઈ શકે તે માટે બારી ખુલ્લી રાખો.
- વાહનને સુરક્ષિત અને હવાની અવરજવરવાળી જગ્યાએ પાર્ક કરો.
ગુજરાતમાં મેઘ ગર્જનાની ચેતવણી : આગામી 24 કલાકમાં 15 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી