• મહીસાગર જીલ્લામાં તાંત્રિક વિધિ કરી યુવતી ફસાવી હોવાનો પરિવારનો આક્ષેપ

  • પરિવાર દ્વારા ભુવાજી સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી


અલ્પેશ સુથાર/મહીસાગર :ગુજરાતમાં ફરી એકવાર ભુવાનુ ભૂત ધૂણ્યુ છે. અનેક ભુવાએ તાંત્રિક વિધિના નામે ડામ આપીને આરોગ્ય સાથે ચેડા કર્યા છે. પરંતુ હવે મહીસાગર જિલ્લાના એક ભુવાએ સગીરાને ગુમ કરી છે. સગીરાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે, ભુવાએ તેમની 17 વર્ષની દીકરીને ગાયબ કરી છે. ત્યારે પરિવાર દ્વારા ભુવા સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહીસાગર જિલ્લાના લુણાવાડાના કોલવણ ગામની આ ઘટના છે. કોલવણ ગામમાં એક સગીરા દીકરી છે. તો બીજી તરફ, ગરિયા ગામે રહેતો ધર્મેન્દ્ર પટેલના ભુવાનું કામ કરે છે. ધર્મેન્દ્ર પટેલ આ વિસ્તારમાં ભુવાના કામ માટે પ્રખ્યાત છે. ત્યારે કોલવણ ગામના એક પરિવાર દ્વારા ધર્મેન્દ્ર પટેલ પાસેથી તાંત્રિક વિધિ કરાવવામા આવી હતી. ભુવો તાંત્રિક વિધિ કરવા માટે સગીરાને ઘરે લઈ ગયો હતો. તેના બાદથી પરિવારની સગીર દીકરી ગુમ થઈ છે. જોકે, હાલ યુવતી ક્યા છે તેની કોઈ માહિતી સામે આવી નથી. 


આ પણ વાંચો : ત્રીજી લહેરની ઝપેટમાં આવેલું ગુજરાતનું તંત્ર કેટલુ સજ્જ? આરોગ્ય કમિશનરે આપ્યો તેનો રિપોર્ટ   


પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે, ભુવા દ્વારા સગીર યુવતીને ગુમ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર પટેલ છેલ્લા 2 વર્ષથી આસપાસના ગામમાં તાંત્રિક વિધિના બહાને લોકોને ભેગા કરે છે, અને તેમને શ્રદ્ધાના નામે મૂર્ખ બનાવે છે. ત્યારે સગીરાના પરિવાર દ્વારા ભુવા સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. 



આ માલે વિજ્ઞાન જાથાના જયવંત પંડ્યાએ જણાવ્યું કે, આવા ભુવા લોકોને ગુમરાહ કરે છે. તેમનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આ ભુવા સામે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. લોકોએ પણ આવા તાંત્રિકો પર વિશ્વાસ ન કરવો જોઈએ. લોકોએ હકીકત જાણી લેવી જોઈએ. ભુવાઓ ખાસ કરીને યુવતીઓને પોતાના શિકાર બનાવે છે. આવી અંધશ્રદ્ધાઓમાં પરિવાર બરબાદ થાય છે.