Mahisagar News મહીસાગર : મહીસાગર જિલ્લામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. લુણાવાડા તાલુકા પંચાયત કચેરીમાં તલાટી ક્રમમંત્રી તરીકે ફરજ બજાવતા તલાટીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. રાજેન્દ્રસિંહ કટારા નામક યુવાનનું મોત નિપજતા અન્ય સરકારી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાય છે. હાર્ટ એટેકના કારણે મોતના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. આ કારણે હવે ગુજરાતમાં ડરનો માહોલ ફરી વળ્યો છે. હવે તો લોકોને પોતાના યુવા સંતાનોની ચિંતા થઈ રહી છે કે, ક્યાંક હાર્ટ એટેકથી તેમને મોત ન આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના કલેક્ટરને આવ્યો હાર્ટ એટેક
બે દિવસ પહેલા જામનગર જિલ્લા કલેકટરની તબિયત લથડી હતી. કલેક્ટર બી.એ શાહને માઇનર હાર્ટ એટેક આવ્યો હતો. માઈનર હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક જી.જી.હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા. આઈસીયુ વિભાગમાં તાત્કાલિક જિલ્લા કલેક્ટરને સારવાર અપાઈ રહી છે. જોકે, વહેલી સવારે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. 


ભાજપની મહત્વની મીટિંગમાં પ્રભારી મંત્રી ભૂલાયા, છેલ્લી ઘડીએ પહોંચ્યા ઋષિકેશ પટેલ


સુરતમાં ફેશન ડિઝાઈનર યુવકનું મોત
સુરતમાં 30 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવક રાતે સૂતા બાદ સવારે ઉઠ્યો હતો અને અને અચાનક નીચે ઢળી પડ્યો હતો. સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યુ હતું. મૂળ મહારાષ્ટ્રના 30 વર્ષીય હીરાલાલ નામદેવ પાટીલ પરિવાર સાથે સુરતમાં રહેતા હતા. તેમને પરિવારમાં પત્ની અને પાંચ વર્ષનો એક દીકરો છે. હીરાલાલ પાટીલ સુરતની એક કંપનીમાં ફેશન ડિઝાઈનર તરીકે કાર્ય કરતા હતા. 


ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા.


ભાજપની મહત્વની મીટિંગમાં પ્રભારી મંત્રી ભૂલાયા, છેલ્લી ઘડીએ પહોંચ્યા ઋષિકેશ પટેલ
 
દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 


કેનેડા બોર્ડર પર મરનાર ડીંગુચા પરિવારનો આરોપી કેનેડામાં બિન્દાસ્ત ફરતો જોવા મળ્યો