Accident News : ચોમાસાને કારણે ગુજરાત જર્જરિત આવાસ પડવાની ઘટનાઓ વધી રહી છે. આવામં વડોદરામાં કરજણના કંબોલા નજીક બ્રિજની કામગીરી દરમિયાન ક્રેન તૂટી હતી. કંબોલા નજીક ક્રેન તૂટતા ત્યા કામ કરતા શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં 1 વ્યકિતનું મોત નિપજ્યુ છે. કાટમાળમાં હજુ કેટલાક શ્રમિક દટાયાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, કરણજના કંબોલા પાસે હાઈ સ્પીડ પ્રોજેકટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલતુ હતું. L&T કંપની બ્રિજ બનાવવાનું કામ કરી રહી છે, એલએન્ડટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. તે દરમિયાન ક્રેન તૂટી પડી હતી. હાલ દટાયેલા મજૂરોની રેસ્કયૂની કામગીરી ચાલી રહી છે. કાટમાળમાં હજુ કેટલાક શ્રમિક દટાયાની આશંકા છે. તેથી કરજણ ફાયર બ્રિગેડ દ્વારા મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ છે.


કેનેડામા સારી નોકરી જોઈતી હોય તો આ શહેર છોડો, કેનેડામા રહેનારા ગુજરાતીની મોટી સલાહ


 


ઈટાલિયાનુ ગીત શું સંકેત આપે છે : AAP માંથી સાઈડલાઈન થયેલા નેતા કોઈ નવાજૂની કરશે?


વિગત પ્રમાણે, પાંચ જેટલા લોકોને સામાન્ય ઇજા થઇ છે. આ સાથે બે લોકો દટાયા છે. આ દુર્ઘટનામાં આસપાસની અનેક દુકાનોને નુકસાન થયુ છે. સ્થાનિકોએ જણાવ્યું કે, અમને મોટા ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. તેથી અમે દોડીને આવી ગયી હતા. આ અવાજ એટલો મોટો હતો કે, આસપાસના લોકો પણ અહીં એકઠા થઇ ગયા હતા. હાલ મોટા પાયે અહી રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે. 


વધુ એક સરકારી સેવાનું બાળમરણ, પ્લેનનો અનુભવ કરાવતી બસમાં પ્લેન ઊંધા દેખાવા લાગ્યા