સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી કેસમાં મોટી કાર્યવાહી, DRI દ્વારા PSIની ધરપકડ
DRIની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે DRI ના અધિકારીઓએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX172 મારફતે શારજાહથી આવતા 3 મુસાફરોને અટકાવ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા તેની પાસેથી પેસ્ટ સ્વરૂપે સોનું મળી આવ્યું હતું.
ચેતન પટેલ, સુરતઃ સુરત એપરોર્ટ પર સોનાની દાણચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. એરપોર્ટ પર બે દિવસ પહેલા શારજગાંથી આવેલા ત્રણ મુસાફરો પાસે 43 કિલોથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ DRIએ તપાસ કરતા પુરૂષ શૌચાલયમાંથી 4.67 કિલો ગોલ્ડ મળી આવ્યું હતું. આ ઘટનામાં કસ્ટમ વિભાગની સંડોવણી સામે આવી છે. ત્યારબાદ ઈમિગ્રેશન પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ આપેલી માહિતી પ્રમાણે, 7 જુલાઈએ ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ સુરત એરપોર્ટ પર શારજહાંથી આવી રહેલા ત્રણ મુસાફરોને દાણચોરી કરવા માટે સોનું લાવ્યા હોવાની શંકામાં અટકાવ્યા હતા. તેની તપાસ દરમિયાન બ્લેડ બેલ્ટમાં છુપાવેલા 20 સફેદ કલરના પેકેજમાં 43.5 કિલો સોનું મળી આવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજ્યમાં મહાનગર પાલિકા અને નગરપાલિકાની 32 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, તારીખો જાહેર
આ ત્રણેય મુસાફરોની પૂછપરછમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો હતો. જાણવા મળ્યું કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તહેનાત અધિકારીઓની મદદથી દાણચોરી માટે ભારતમાં સોનું લાવવામાં આવ્યું હતું. આ મુસાફરોનું સ્ક્રીનિંગ અને તપાસ ટાળવા માટે ટોયલેટમાં સોનાનો વિનિમય કરવાનું આયોજન હતું. ત્યારબાદ ડીઆરઆઈના અધિકારીઓ કાર્યવાહી કરે તે પહેલા શૌચાલયમાંથી સોનું પકડી પાડ્યું હતું. અહીંથી પેસ્ટ સ્વરૂપે 4.67 કિલો સોનું મળી આવ્યું હતું.
સત્તાવાળાઓ દ્વારા સ્ક્રિનિંગ અને પરીક્ષા ટાળવા માટે ઇમિગ્રેશન પહેલાં સ્થિત શૌચાલયમાં સોનાનું વિનિમય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં વધુ કાર્યવાહી થી પેસ્ટ સ્વરૂપમાં 4.67 કિલો સોનું વધુ પ્રાપ્ત થયું, જે ઇમિગ્રેશન ચેકપોઇન્ટની બાજુમાં પુરુષોના વોશરૂમમાં સંતાડી રાખવામાં આવેલું જેને CISF દ્વારા DRIને સોંપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Rain Alert: આગામી કલાકોમાં આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે કરી આગાહી
જોકે પકડાયેલ મુદ્દામાલ અંદાજે 48.20 કિલો સોનાની પેસ્ટ હોવાનું સામે આવ્યું છે. જેની અંદાજીત કિંમત ₹ 25.26 કરોડની કિંમતનું 42 કિલોથી વધુ સોનું મળ્યું હતું. DRI એ હાલ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં ઈમિગ્રેશનમાં નોકરી કરતા પીએસઆઈ પરાગ દવેની અધિકારીઓએ ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube