Gujarat Police: લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘમઘમાટ શરૂ થયો છે. પહેલા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બદલી કરવામાં આવી ત્યારબાદ આજે રાજ્યનામાં પોલીસ વિભાગમાં ડિવાયએસપી અધિકારીઓની બદલી અને પ્રોબેશનરી આઈપીએસને નિમણૂંકના આદેશ છૂટ્યા છે. પોલીસ વિભાગમાં સરકારે રાજ્યના 8 પ્રોબેશનરી IPSને નિમણુંક અપાઈ છે. જ્યારે રાજ્યના 65 DySpની બદલીના આદેશ છૂટયા છે. આ સિવાય રાજ્યના પાંચ પ્રોબેશનરી IPSની નિમણુંક બાકી રખાઈ છે. ગૃહ વિભાગ દ્વારા ચૂંટણી પૂર્વ બદલીના આદેશ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈ ડોન્ટ વોન્ટ ટૂ બી ડોન્કી...સ્થિતિ બહુ ખરાબ છે, મહિલા નેતાના નિવેદન બાદ થયા ઘરભેગા


રાજ્યના ગૃહ વિભાગે ગુજરાતના 65 DySP અધિકારીઓની બદલી કરી છે. લોકસભાની ચૂંટણી પહેલાં આ મહત્વની બદલીઓ કરવામાં આવી છે. જિતેન્દ્ર યાદવની સેન્ટ્રલ જેલના નાયબ અધિક્ષક તરીકે બદલી થઈ છે. દીવ્યા રવિયા જાડેજાની અમદાવાદ ACBમાંથી ખેડામાં બદલી થઈ છે. ભગીરથસિંહ ગોહિલની નવસારીના ચીખલીમાં બદલી કરવામાં આવી છે. આર. બી. રાણાની વડોદરાથી મહેસાણા GUVNLમાં બદલી થઈ છે. DySP એસ. બી. કુંપાવતની ગોધરાથી ખંભાતમાં બદલી થઈ છે.


ચિરાગ દેસાઈની અંકલેશ્વરમાંથી અમરેલીમાં બદલી કરવામાં આવી છે. જે. જે. ચૌધરીની આણંદથી ગાંધીનગર CID ક્રાઈમમાં બદલી થઈ છે. એમ. બી. સોલંકીની જામનગરથી પાટણમાં બદલી થઈ છે.  એન. પી. ગોહિલની નવસારીથી સુરત સિટીમાં બદલી થઈ છે. ડી. એસ. પટેલની ગાંધીનગરથી સુરત સિટી ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે. કે. જે. ચૌધરી મોડાસાથી ગાંધીનગર CID ક્રાઈમમાં બદલી થઈ છે. એસ. બી. કુંપાવતની પંચમહાલથી આણંદમાં બદલી થઈ છે. તાલીમ પૂર્ણ થતાં 8 IPS અધિકારીઓને પણ નિમણૂક આપવામાં આવી છે. તો 5 IPS અધિકારીઓને નિમણૂક માટે પ્રતિક્ષા હેઠળ મૂકવામાં આવ્યા છે. 


 








+