ઝી બ્યુરો/કચ્છ: કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ભુજમાં 4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હોવાની માહિતી મળી રહી છે. ગાંધીધામથી 7 કિ. મી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. કચ્છમાં 4ની તીવ્રતાના મોટા ભૂકંપથી અનેક લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આ સાથે જ ફરી એકવાર જાન્યુઆરી મહિનામાં જ ભૂકંપ આવતા 26 જાન્યુઆરી 2001નાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ હતી. ભૂકંપની 23મી વરસીએ આવેલા ભયંકર ભૂકંપની યાદ આજે પણ કચ્છવાસીઓને ધ્રુજાવી મુકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમાચાર તમે વાંચ્યા કે નહીં? કોંગ્રેસને ફરી ઝટકો, 2 દિગ્ગજ હોદ્દેદારોનું રાજીનામું


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4ની નોંધાઈ છે. આ ભૂકંપમાં 4.45 કલાકે અનુભવાયો હોવાની માહિતી છે. ભચાઉથી 21 કિ.મી નોર્થ નોર્થ ઇસ્ટ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જેની અસર કચ્છમાં પણ થઈ છે, ભચાઉમાં સૌથી વધુ ભૂકંપનો આચંકો અનુભવાયો છે. 


આ પફ ખાશો તો દાંત તૂટી જશે, મોરબીમા પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો જાડો સ્ક્રુ નીકળ્યો


કચ્છના ભચાઉ, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે, છતના નળિયા હલ્યા, વાસણો પડી ગયા અને લોકો ગભરાઇને ઘર અને ઓફિસની બહાર દોડી નીકળ્યા હતા.


જલદી કરો, અયોધ્યામાં બંપર નોકરીઓ! રામ મંદિર બનતા જ આ ક્ષેત્રે 20થી 25 હજાર નોકરીઓ...