આ પફ ખાશો તો દાંત તૂટી જશે, મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો જાડો સ્ક્રુ નીકળ્યો
મોરબીમાં મેહુલ પટેલ નામના ગ્રાહકે અતુલ બેકરી માંથી પફ ખરીદ્યો હતો. પરંતુ પફમાંથી 1 ઈંચ જેટલો મોટો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે સંચાલકોને ફરિયાદ કરી હતી. રોષે ભરાયેલા મેહુલ પટેલે બેકરીની ઘોર બેદરકારી અંગે સંચાલકોને ફરિયાદ કરી, પરંતુ તેમની ફરિયાદ પર કોઈએ એટલું ધ્યાન આપ્યું નહોતું.
Trending Photos
ઝી બ્યુરો/મોરબી: ગ્રાહકોને હવે બહારનું ફૂડ ખાવું દુષ્વાર બની રહ્યું છે. એક પછી એક કડવા અનુભવોની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે મોરબીનો મેહુલ પટેલ નામના યુવાને અતુલ બેકરીમાંથી પફ ખરીદ્યો હતો. પરંતુ જ્યારે ગ્રાહક પફને ખાવા ગયો ત્યાં જ પફમાંથી મોટો સ્ક્રૂ નીકળ્યો હતો. જી હા...એક ઈંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. સાથે જ સંચાલકોએ મામલો રફેદફે કરવા જણાવ્યું હોવાનો દાવો કરાયો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મોરબીમાં મેહુલ પટેલ નામના ગ્રાહકે અતુલ બેકરી માંથી પફ ખરીદ્યો હતો. પરંતુ પફમાંથી 1 ઈંચ જેટલો મોટો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે સંચાલકોને ફરિયાદ કરી હતી. રોષે ભરાયેલા મેહુલ પટેલે બેકરીની ઘોર બેદરકારી અંગે સંચાલકોને ફરિયાદ કરી, પરંતુ તેમની ફરિયાદ પર કોઈએ એટલું ધ્યાન આપ્યું નહોતું. ઉલ્ટાનું બેકરીના સંચાલકોએ હોથ ઉંચા કરી લીધા હતા.
તેમને જણાવ્યું કે અમારે અહીંથી તો બધુ બરાબર ગયું છે. અમે ચેક કરી લીધુ છે. તમારે જે કરવું હોય તે કરો. આવો તુચ્છ જવાબ સાંભળતા હવે સવાલો ઉઠી રહ્યાં છે કે મોરબી ફૂડ વિભાગ અતુલ બેકરી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે કેમ. શું દરેક ઘટનાની જેમ આ વખતે પણ આંખ આડા કાન કરવામાં આવશે તે જોવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ (શનિવાર) એવી એક ઘટના સામે આવી હતી. પંચમહાલના ગોધરામાં આવેલી નામાંકિત ચોપાટી હોટેલમાં ઈડલી-સંભારમાંથી વંદો નીકળ્યો હતો. એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે