રાજકોટ : રાજકોટના જેતપુરના પેઢલા ખાતે GSWCના ગોડાઉનમાં મગફળીની ગુણીમાં માટીના મામલે ગુજકોટ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોન વેર હાઉસ મેનેજર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. આ મામલે જે અધિકારીઓએ ગુણીમાં મગફળી હોવાનું પ્રમાણપત્ર આપેલ હતું તેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વિવાદાસ્પદ મામલામાં ગોડાઉનમાં 31 હજાર મગફળીની બોરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેતપુરના પેઢલા ગામે આવેલા ગોડાઉનમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ધૂળ હોવાની વાત સામે આવ્યા બાદ આ મામલે વેરહાઉસના મેનેજરે ફરિયાદ કરી છે. મગફળીની બોરીઓમાંથી ધૂળ અને કાંકરા નીકળતા આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે હવે કલેક્ટર તંત્ર અને પોલીસ  બંને આ મગફળી ક્યાંથી ખરીદીને લાવવામાં આવી હતી તે સહિતની વિગતોની તપાસ કરશે.


નોંધનીય છે કે આ પહેલા શાપરના ગોડાઉનમાં આગ લાગી હતી, તેમાં તપાસ કરતા મગફળીની બોરીઓમાંથી ધૂળ હોવાનું માલુમ પડ્યું હતું. આ મગફળી 27 ઓક્ટોબરના રોજ ખરીદ કરી અહીંના ગોડાઉન ખાતે રાખવાના આવેલ છે. હાલ આ ગોડાઉનમાં રૂ. 4,57,25,000ની કુલ 31 હજાર બોરીઓ છે અને આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...