ગુજરાતના રાજકારણમાં ગરમાવો, શંકરસિંહ વાઘેલા જોડાશે NCPમાં
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણથી અલગ રહેલા કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ NCPમાં જોડાવાનો નિર્ણય કરી લીધો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અંતે હવે NCP સાથે જોડાઇ ગયા છે. મહત્વનું છે, કે શંકસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોઇ પક્ષમાં જોડાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. NCPના નેતા શરદ પવાર શંકરસિંહેને પાર્ટીમાં સામેલ કરવા માટે અમદાવાદ આવશે અને કાયદેસર રીતે બાપુનો NCPમાં પ્રવેશ કરાવામાં આવશે.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણથી અલગ રહેલા કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ NCPમાં જોડાવાનો નિર્ણય કરી લીધો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અંતે હવે NCP સાથે જોડાઇ ગયા છે. મહત્વનું છે, કે શંકસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોઇ પક્ષમાં જોડાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. NCPના નેતા શરદ પવાર શંકરસિંહેને પાર્ટીમાં સામેલ કરવા માટે અમદાવાદ આવશે અને કાયદેસર રીતે બાપુનો NCPમાં પ્રવેશ કરાવામાં આવશે.
ભાજપ,કોંગ્રેસ બાદ હવે NCP
મહત્વનું છે, કે ભાજપમાંથી નરાજ થઇને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પહેલા બાપુએ કોંગ્રેસ સાથે પણ છેડો ફાડ્યો અને ગાંધીનગરમાં વિશાળ સંમ્મેલન કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. અગાઉ પણ આ અંગે અનેકવાર ચર્ચાઓએ જોર પકડ્યું હતું, કે બાપુ આગામી દિવસોમાં એનસીપીમાં જોડાઇ શકે છે
છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી, કે શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાણ કરી શકે છે. શંકરસિંહ વાઘેલાએ NCPના અધ્યક્ષ શરદ પવાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી જેમાં ગુજરાત NCPના નેતા પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા. જો કે NCP દ્વારા કોઇ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ શંકરસિંહ વાઘેલા દ્વારા આઅંગે તેનવા ટ્વિટર પર ટ્વિટ કરીને જાણકારી આપી હતી, કે તેમણે NCPના અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી છે.
લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે ફરી આલાપ્યો અશાંતધારાનો રાગ
મહા ગઠબંધનને વાઘેલાનું સમર્થન
દિવાળીમાં વાઘેલા દ્વારા એનસીપીના અધ્યક્ષ સાથે થયેલી બેઠકથી રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે, કે વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહે પણ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે પિતા અને પુત્ર આગામી સમયમાં લોકસભાની ચૂંટણી NCPમાંથી લડે તેવી સંભાવનાઓ પણ દેખાઇ રહી છે. અને આગામી દિવસોમાં વાઘેલાને NCP તરફથી ગુજરાતની લોકસભા માટે ગુજરાતાની કમાન સોપાય તેવી પણ શક્યતાઓ દેખાઇ રહી છે. વઘેલાએ મોદીને હરાવા માટે સર્જાયેલા મહાગઠબંધનને સમર્થન આપ્યું છે.