અમદાવાદમાં લોકડાઉન બનશે વધારે કડક : રાજ્યના પોલીસ વડા
અમદાવાદમાં આજે 50 નવા કેસ સામે આવતા શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે. અમદાવાદમાં કેસની સંખ્યા વધુ છે એટલે કડક lockdown માટે અમદાવાદ પોલીસ કમિશનર વધુ કડક પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું છે.
હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સંજોગોમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ શહેરમાં લોકડાઉન વધારે કડક બનાવવામાં આવશે એવી ચીમકી આપી છે. નોંધનીય છે કે અમદાવાદમાં આજે 50 નવા કેસ સામે આવતા શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે. અમદાવાદમાં કેસની સંખ્યા વધુ છે એટલે કડક lockdown માટે અમદાવાદ પોલીસ કમિશનર વધુ કડક પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું છે.
શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે ''ગઇકાલે એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેરનો કેસ પકડાયો હતો. આવશ્યક સેવા આપનારાઓ સહિત તમામે સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરવું જ પડશે. કેટલાક લોકો ખરીદી કરવાના બહાને બહાર ફરવા નીકળે છે. જ્યાં લોકડાઉનનો અમલ કરવામાં આવતો નથી ત્યાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે.''
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube