આકરા ઉનાળાનો સામનો કરવા માટે સરકારે આયોજન કર્યું છે મોટું, શુભારંભ આવતી કાલથી
આવતી કાલે ગુજરાત સ્થાપના દિવસ છે
અમદાવાદ : આવતી કાલે ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્મ ભરૂચ ખાતે યોજાશે જે અંગે જાણકારી આપતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાનનો આવતી કાલે મુખ્ય પ્રધાન દ્વારા ભરૂચથી પ્રારંભ કરાવવામાં આવશે.
આ સિવાય રાજ્યભરમાં એક મહિના સુધી મંત્રીઓ તથા સરકાર અને સંગઠન દ્વારા કાર્યક્રમને આગળ ધપાવવામાં આવશે. આ સિવાય ગુજરાત સ્થાપના દિવસથી જ મુખ્યમંત્રી એપ્રેન્ટેનશીપ યોજનાનો પણ પ્રારંભ કરાશે જેમાં 1 લાખ જેટલા યુવાનો માટે સ્કીલ ડેવલોપમેન્ટના કાર્યક્રમ હાથ ધરાશે.
તપતું ગજુરાત : અમદાવાદમાં હવામાન ખાતાએ આપ્યું યલો એલર્ટ
રાજ્ય સરકાર 1 મેથી સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન યોજના શરૂ કરી રહી છે ત્યારે રાજકોટમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે 13000 તળાવો અને ચેકડેમ ઉંડા કરવામાં આવશે તેમજ 11000 લાખ ઘનફૂટ વરસાદી પાણી સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 30 જિલ્લાની 340 કિલોમીટર લંબાઇની 32 નદીઓ પુનઃ જીવિત કરાશે. રાજકોટ જિલ્લામાં 24 મોટા અને 215 નાના તળાવો, 3 જળાશયો ઉપરાંત 24 ચેકડેમો 349.28 લાખ રૂ.ના ખર્ચે ઉંડા કરવામાં આવશે.