અમદાવાદ : ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ નોધાયા હોવાની ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં બે, વડોદરા, સુરત અને રાજકોટમાં એક-એક કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ પહેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં કેટલાક પોઝિટિવ કેસ હોવાની આશંકા છે. આજે જાહેર થયેલી માહિતી પ્રમાણે અમદાવાદ બે અને વડોદરામાં એક એમ ત્રણ કોરોના કેસ નોંધાયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ તમામ દર્દીઓની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona : અમદાવાદમાં 2 અને વડોદરામાં 1 સહિત ગુજરાતમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ, તમામ દર્દીઓની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી 


  1. બગદાણાનું બજરંગદાસ બાપા મંદિર બંધ અને બાપાના દર્શન અચોક્કસ સમય સુધી બંધ કરાયા

  2. મોરબી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ માટેલ મંદિરને 10 દિવસ માટે બંધ કરાયું છે

  3. કોરોના વાયરસને પગલે પોરબંદર જિલ્લામાં કલમ 144 લાગુ કરાઇ. તારીખ 20થી 31 તારીખ સુધી જાહેરનામાની અમલવારી રહેશે

  4. કોરોના વાઈરસને લઈ ગઢડા સ્વામિનારાયણ મંદિરના દર્શન 31 માર્ચ સુધી બંધ રહેશે

  5. અરવલ્લીમાં 7 સ્થળો પર 700 લોકોને કોરેન્ટાઇન કરવાની ક્ષમતા ઉભી કરાઈ

  6. સમી ખાતેના વરાણાનું ખોડિયાર મંદિર 20થી 31 માર્ચ સુધી બંધ રહેશે

  7. સુરત પોલીસ દ્વારા 144 લાગુ, સુવાલી બીચ અને ડુમસ બીચ પર પ્રતિબંધ મુકાયો

  8. મોડાસાના મહાદેવગ્રામ રાજપુર મંદિર અને રાજપુર રામદેવજી મંદિર બંધ રહેશે

  9. સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તુલસીશ્યામ તીર્થધામ મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી બંધ કરાયુ

  10. છોટાઉદેપુર નગરમાં શનિવારનો હાટ બજાર રહેશે બંધ

  11. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ અસોશિયેશનેજનતા કરફ્યુને આપ્યું સમર્થન, રવિવારે ફાર્મા અને માસ્ક બનાવતી ફેક્ટરીઓ રહેશે બંધ

  12. વડોદરા પોલીસ અને કોર્પોરેશને શુક્રવારી બજાર બંધ કરાવ્યું 

  13. કોરોના વાઈરસને લઈને સાળંગપુર હનુમાનજી મંદિર 31 માર્ચ સુધી યાત્રીકો માટે બંધ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube