બુરહાન પઠાણ/આણંદ: ગણેશ મહોત્સવ હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે શિલ્પકારો દ્વારા ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં મોટા પાયે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું નિર્માણ થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન-3ની પ્રથમ શોધ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન કેટલું છે, સામે આવી જાણકારી


ગણેશ મહોત્સવ પર્વ આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે આણંદની. ચિખોદરા ચોકડી, વઘાસી ગામ સહિત વિવિધ વિસ્તારોમાં રાજસ્થાનનાં શિલ્પકારો દ્વારા મોટા પાયે POP ની મૂર્તિઓનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એક ફૂટથી લઈને 10 ફૂટની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને POP ની મૂર્તિઓ તૈયાર કરી દેવામાં આવી છે અને હવે કલરકામ દ્વારા મૂર્તિઓને આખરી ટચ આપવામાં આવી રહ્યો છે. 


પશુપાલકોને બખ્ખાં! 2 ગાય ખરીદવા પર 80 હજાર રૂપિયાની સહાય, જાણો શું છે સરકારનો પ્લાન?


POP ની મૂર્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં છેડેચોક POP મૂર્તિઓનું નિર્માણ થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 700થી વધુ POP મૂર્તિઓ તૈયાર કરી દેવામાં આવી છે. જેથી આગામી ગણેશ મહોત્સવમાં POPની ગણેશજીની મૂર્તિઓ નહીં લાવવાનાં પ્રતિબંધના લીરેલીરા ઉડશે તેમ લાગી રહ્યું છે.


નશામાં ધૂત યુવતીનો રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસ કર્મીને મારી દીધી થપ્પડ