ચંદ્રયાન-3ની પ્રથમ શોધ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન કેટલું છે, વિક્રમ લેન્ડરે જણાવ્યું

Chandrayaan-3 Vikram Lander News: ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલા ChaSTE પેલોડનો શરૂઆતી ડેટા આવી ગયો છે. ઈસરોએ ચંદ્રની સપાટી પર ઊંડાણમાં જવા પર તાપમાનમાં આવતા ફેરફારનો અંદાજ લગાવ્યો છે. 

 ચંદ્રયાન-3ની પ્રથમ શોધ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન કેટલું છે, વિક્રમ લેન્ડરે જણાવ્યું

નવી દિલ્હીઃ ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર વિશે જાણકારી આપવાનું શરૂ કરી દીધુ છે. વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન પર લાગેલા તમામ ઉપકરણ સારી રીતે કામ કરી રહ્યાં છે. વિક્રમના ChaSTE પેલોડે તો શરૂઆતી ડેટા મોકલી આપ્યો છે. ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO)એ આ અપડેટ X પર શેર કર્યું છે. વિક્રમ લેન્ડર પર લાગેલ ChaSTE (ચંદ્રની સપાટીનો થર્મોફિઝિકલ પ્રયોગ) ધ્રુવની આસપાસ ચંદ્રમાની ઉપર રહેલી માટીનું તાપમાન માપે છે. તેની મદદથી ચંદ્રમાની સપાટીના તાપના વ્યવહારને સમજી શકાશે. ChaSTE માં એક ટેમ્પ્રેચર પ્રોબ છે જે કંટ્રોલ્ડ એન્ટ્રી સિસ્ટમની મદદથી સપાટીમાં 10 સેમીની ઉંડાઈ સુધી પહોંચી શકાય છે. તપાસમાં 10 અલગ-અલગ તાપમાન સેન્સર લાગેલા છે. ઈસરોએ જે ગ્રાફ શેર કર્યો છે, તે અલગ-અલગ ઊંડાણ પર નોંધાયેલ ચંદ્રની સપાટી/નજીકની સપાટીના તાપમાનનું અંતર દર્શાવે છે. તે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર કરવામાં આવેલી પ્રથમ તપાસ છે. ભારત આ કરનારો પ્રથમ દેશ છે. ઈસરોએ કહ્યું કે ડેટાનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. 

વિક્રમ લેન્ડપ પર લાગેલ ChaSTE એ આપણને શું જણાવ્યું
- ISRO એ જે ગ્રાફ શેર કર્યો છે, તે પ્રમાણે ચંદ્રની સપાટીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે.
- ઊંડાણમાં જવા પર તાપમાન ઝડપથી નીચે આવે છે. 80 મિલીમીટર અંદર જવા પર તાપમાન -10 ડિગ્રી સુધી નીચે આવે છે. 
બીજા શબ્દોમાં કહો તો તેમ લાગે છે કે ચંદ્રમાની સપાટી હીટને રિટેન કરી શકતી નથી. 

ISRO Data Chandrayaan-3

પ્રજ્ઞાન રોવરની તસવીરો ક્યાં સુધી આવશે? ISRO ચીફે જણાવ્યું
ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે રોવર ચંદ્રની સપાટી પરથી જે તસવીરો લઈ રહ્યું છે તેને ઈસરો સ્ટેશન સુધી પહોંચવામાં સમય લાગશે. તેમણે કહ્યું કે ISRO આમાં યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોના ગ્રાઉન્ડ સ્ટેશનનો સહયોગ માંગી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી તમામ પડછાયાઓ ઘેરા છે અને તેના કારણે સ્પષ્ટ ચિત્રો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd

— ISRO (@isro) August 27, 2023

સોમનાથે કહ્યું કે ભારત પહેલો દેશ છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યું છે. પર્વતો અને ખીણોને કારણે દક્ષિણ ધ્રુવમાં ચંદ્રની સપાટી ખૂબ જ જટિલ છે અને ગણતરીની થોડી ભૂલ પણ લેન્ડર મિશનને નિષ્ફળ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news