ખોટું સંગઠન બનાવી સિલાઈ મશીનના નામે કરી કરોડો રૂપિયાની ઠગાઇ
છેતરપિંડી કરનારા ભેજાબાજનો તૂટો નથી મળ્યો. અવનવા કિમિયા અજમાવી લોકો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજો સરકારી યોજનાઓના નામે પણ લોકોને છેતરી રહ્યાં છે હવે તો હદ થાય છે એક ભેજાબાજે તો પ્રધાનમંત્રીના નામનો ઉપયોગ કરી લોકોને છેતરવાનું શરૂ કર્યું છે.
અમદાવાદ : છેતરપિંડી કરનારા ભેજાબાજનો તૂટો નથી મળ્યો. અવનવા કિમિયા અજમાવી લોકો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજો સરકારી યોજનાઓના નામે પણ લોકોને છેતરી રહ્યાં છે હવે તો હદ થાય છે એક ભેજાબાજે તો પ્રધાનમંત્રીના નામનો ઉપયોગ કરી લોકોને છેતરવાનું શરૂ કર્યું છે.
સરકારી યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા લોકોથી સાવધાન રહેવાની ચેતવણી આપતા અનેક કિસ્સાઓ આવે છે તેમ છતાં લોકો સસ્તાની લાલચમાં હંમેશા આવી જાય છે અને બની જાય છે ભેજાબાજોનો ભોગ.પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સની હિંમત તો જુઓ.તેણે પ્રધાનમંત્રી મોદીના નામે સંગઠન બનાવી અનેક મહિલાઓ સાથે ઠગાઈ કર્યાનું સામે આવ્યું છે. ભોગ બનેલા એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા આ શખ્સને ઝડપી પાડ્યો છે.
જામકંડોરણામાં અનેક મહિલાઓ પાસેથી સિલાઈ મશીન આપવાના નામે 650 રૂપિયા જેવી રકમ ઉઘરાવી હતી અને પછી રૂપિયા ચાઉં કરી સિલાઈ મશીન આપ્યા નહીં. અમદાવાદનો રહેવાસી એવા યુવરાજ જૂજિયા નામના આ શખ્સે કોઈ કામધંધો ન હોવાથી ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ રૂપિયા કમાવવાની લાલચે આ રસ્તો અપનાવ્યો. તેણે લોકોને ભરોસામાં લેવા એક સંગઠનની રચના કરી અને શરુ કર્યું લોકોને ઠગવાનું.મોદીજી યુવા સંગઠન નામે ખોટી સંસ્થા ઉભી કરી. પોતાને રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવતો અને ગામેગામ પ્રચાર કરી લોકોને હોદ્દાની વહેચણી પણ કરતો. આકર્ષક કલર પ્રિન્ટ કરેલા લેટર પણ આપતો અને લોકોને ભરોસામાં લઈ સહાય યોજનામાં ફસાવતો હતો.
આરોપી યુવરાજ જૂજિયાએ રાજકોટના જામકંડોરણામાં પણ તેણે આવી જ રીતે લોકો સાથે સિલાઈ મશીનના નામે છેતરપિંડી કરી છે. જામકંડોરણામાં મહિલાઓ પાસેથી ઉઘરાવેલી રકમ ભલે સામાન્ય છે પણ શ્રમિક વર્ગ માટે આ રકમ ઘણી જ મોટી છે. એક મહિલાની સતર્કતાએ આ ભેજાબાજને જેલની હવા ખાતો કરી દીધો છે. સરકારી યોજનાની લોભામણી જાહેરાતના નામે ગામે ગામ ફરતા આવા લેભાગુ ભેજાબાજોથી લોકોએ જ સાવચેત રહેવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube