Malaysia Visa Free : ગુજરાતના પ્રવાસીઓ માટે ગ્લોબલ કનેક્ટીવીટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મલેશિયા એરલાઇન્સે અમદાવાદ અને કુઆલાલંપુર વચ્ચે વધુ ફ્લઈટ્સ શરૂ કરી છે. કુઆલાલંપુરથી MH106થી ઉપડેલી પ્રથમ ફ્લાઇટનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (AMD) ખાતે સ્થાનિક સમય મુજબ રાત્રે 9:40 વાગ્યે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ MH107 મારફત સ્થાનિક સમય અનુસાર રાત્રે 10:40 વાગ્યે કુઆલાલંપુર પરત ફરી હતી.
 
ગત મહિને અમૃતસર અને ત્રિવેન્દ્રમથી મલેશિયા એરલાઇન્સની સીધી ફ્લાઈટ બાદ અમદાવાદથી આ સીધી હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી સીધી સેવાઓના ઉમેરા સાથે એરલાઇન 9 મહત્વના એરપોર્ટ હબથી ભારત માટે સાપ્તાહિક 65 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. હાલમાં એરલાઈન નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોચી, અમૃતસર અને ત્રિવેન્દ્રમથી ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. એરલાઈને તાજેતરમાં એવી પણ જાહેરાત કરી હતી કે 15 જાન્યુઆરી 2024 થી તે મજબૂત માંગ અને લોડ ફેક્ટર કામગીરીને પગલે અમૃતસર માટે તેની આવર્તનને સાપ્તાહિકમાં બેથી વધારીને સાપ્તાહિક ચાર વખત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતા-પુત્રીના સંબંધ ઉપર કલંક લગાવતો કિસ્સો : જે દીકરીને રમાડી એને જ હવસની શિકાર બનાવ
 
મલેશિયા એવિએશન ગ્રુપ (MAG) ના એરલાઇન્સના ચીફ કોમર્શિયલ ઓફિસર ડેર્સનિશ એરેસાન્ડિરે જણાવ્યું હતું કે, “તાજેતરમાં વધતી જતી માંગ અને પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ભારતમાં જબરદસ્ત તકો છે. અમદાવાદ અને કુઆલાલંપુર વચ્ચેની સીધી ફ્લાઇટ્સનો પ્રારંભ એ સીમલેસ મુસાફરીના અનુભવો પ્રદાન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવા ઉપરાંત હવાઈ મુસાફરીના સતત વિકસતા લેન્ડસ્કેપમાં ભારતની મહત્ત્વની ભૂમિકાને પણ રેખાંકિત કરે છે. ભારતથી મલેશિયામાં મુલાકાતીઓ માટે 30-દિવસના વિઝા-મુક્ત પ્રવેશની શરૂઆત સાથે અમે પ્રવાસીઓને મલેશિયન હોસ્પિટાલિટી સાથે કનેક્ટિવિટી અને સુવિધાયુક્ત વધુ વિકલ્પો પ્રદાન કરવા આતુર છીએ."


આગામી 24 જ કલાકમાં ત્રાટકશે વાવાઝોડું માઈચોંગ, ગુજરાત પર કેવી અસર થશે, લેટેસ્ટ અપડેટ
 
ફ્લાઇટ શેડ્યૂલ નીચે મુજબ છે:
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (AMD)
1 ડિસેમ્બર 2023થી અમલમાં


KUL-AMD, MH106, 6:50pm, મંગળવાર, શુક્રવાર
AMD-KUL, MH107, 10:40pm, મંગળવાર, શુક્રવાર
KUL-AMD, MH208, 11:00pm, બુધવાર, શનિવાર
AMD-KUL, MH209, 02:55am, ગુરુવાર, રવિવાર


દરમિયાન, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક અને વ્યાપારી કેન્દ્ર હોવાની સાથે પશ્ચિમ ભારતનો મહત્વપુર્ણ હિસ્સો છે. અમે મલેશિયા એરલાઈન્સને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે નવી સેવાઓ આ બે ગતિશીલ પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોમાં મજબૂતી સાથે કનેક્ટિવિટી વધારવામાં મદદ કરશે.”


માત્ર 1400 ની વસ્તી ધરાવતા ગુજરાતના આ નાનકડા ગામે બનાવ્યું અમદાવાદ જેવું રીવરફ્રન્ટ