કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 6 માસની સજા, 2010 ના મારામારી કેસમાં કોર્ટે સજા સંભળાવી
Congress MLA Vimal Chudasama : હુમલાના કેસમાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દોષિત જાહેર..... માળિયા હાટીના કોર્ટે 6 માસની સજા સંભળાવી....
Congress MLA Vimal Chudasama ભાવિન ત્રિવેદી/જૂનાગઢ : માળીયા હાટીના કોર્ટ દ્વારા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહીત 4 લોકોને હુમલાની ઘટનામા 6 માસની સજા ફટકારવામાં આવી છે. 2010ના મારામારી કેસમાં ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમા દોષિત જાહેર કરાયા છે. ત્યારે માળીયા કોર્ટે તેમને દોષિત જાહેર કરીને 6 માસની સજા સંભળાવી છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા સહીત 4 લોકોને સજા ફટકારવામાં આવતા ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી લીધી છે.
ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમાને માળીયા કોર્ટે 2010 ના મારામારીના કેસમાં દોષિત જાહેર કર્યાં છે. વર્ષ 2010 માં મીત રોહન વૈદ્ય નામના શખ્સ પર હુમલો કરવાની ઘટના બની હતી. આ હુમલાની ઘટના હોલિડે કેમ્પ પાસે બની હતી. ત્યારે 12 વર્ષા બાદ આ કેસમાં માળિયા હાટીના કોર્ટે તેમને 2010ના મારામારી કેસમાં દોષિત જાહેર કર્યાં છે. વિમલ ચુડાસમા સહિત ચાર લોકોને દોષિત જાહેર કર્યાં છે. ત્યારે આ કેસમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાને 6 માસની સજા સંભળાવાઈ છે. ત્યારે આ ચુકાદાથી ધારાસભ્યની મુશ્કેલીઓ વધી શકે છે.
આ પણ વાંચો :
ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવકને આવ્યુ મોત, પાટીદાર યુવકના મોતથી શેખપુરમાં ગમગીની છવાઈ
સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત, ગાડી તોડીને લાશ બહાર કઢાઈ
કોર્ટના નિર્ણય બાદ વિમલ ચુડાસમાએ ભાજપ પર આક્ષેપ લગાવ્યા છે. તેઓએ કહ્યું કે, મને ખોટી રીતે ફસાવ્યો હતા. ભાજપમાં મને આવવા માટે આવુ પ્રેશર કરતુ હતું. ત્યારે માળીયા હાટીના કોર્ટ સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહીત 4 લોકોને હુમલાની ઘટનામા 6 માસની સજા ફટકારવામાં આવી છે. ધારાસભ્ય સહીત 4 લોકોને સજા ફટકારવામાં આવતા ઉપલી કોર્ટમાં અપીલ જવાની તૈયારી બતાવી છે.
શું હતી ઘટના
2010માં હોલીડે કેમ્પ ખાતે કોઈ મામલાને લઈને મીત વૈધ અને હરીશ ચુડાસમાં પર હુમલો કરાયો હતો. આ કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેની આજે કોર્ટે સુનાવણી હાથ ધરતાં વિમલ ચુડાસમાને દોષિત જાહેર કર્યાં છે.
આ પણ વાંચો :
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયાના લગ્નની તસવીરો વાયરલ, પીઠી લઈને વરઘોડાના PHOTOS
15 વર્ષ જૂના આપની પાસે વાહનો છે તો આ સાચવજો, સરકાર ભંગારવાડે મોકલી દેશે