ગુજરાતમાં આવતીકાલથી ખૂલશે હોટલ-રેસ્ટોરા, મોલમાં 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત
કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં 75 દિવસ સુધી આખુ ગુજરાત બંધ રહ્યું છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી બધુ ધમધમતુ થયું છે. હવે આવતીકાલે 8 જૂને અનલોકનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. 8 જૂનથી ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખૂલવા (Unlock1) જઈ રહ્યાં છે. સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખોલવાની પરમિશન આપી દેવાઈ છે. જોકે, આ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેનુ પાલન કરીને જ આ તમામ બાબતો ખોલવાની પરમિશન આપવામાં આવી છે. આવતીકાલથી હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને મોલમાં જનારા લોકોને ટેમ્પરેચર સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. માસ્ક વગર કોઈ પણ વ્યક્તિને આ સ્થળોએ પ્રવેશ આપવામાં નહિ આવે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતુ પાલન કરવું પડશે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં 75 દિવસ સુધી આખુ ગુજરાત બંધ રહ્યું છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી બધુ ધમધમતુ થયું છે. હવે આવતીકાલે 8 જૂને અનલોકનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. 8 જૂનથી ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખૂલવા (Unlock1) જઈ રહ્યાં છે. સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખોલવાની પરમિશન આપી દેવાઈ છે. જોકે, આ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેનુ પાલન કરીને જ આ તમામ બાબતો ખોલવાની પરમિશન આપવામાં આવી છે. આવતીકાલથી હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને મોલમાં જનારા લોકોને ટેમ્પરેચર સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. માસ્ક વગર કોઈ પણ વ્યક્તિને આ સ્થળોએ પ્રવેશ આપવામાં નહિ આવે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતુ પાલન કરવું પડશે.
83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદમાં હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા
મોલ ખોલવા માટે આ બાબતોનું ધ્યાન રાખવુ પડશે
મોલમાં પ્રવેશતી બે વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત રહેશે.
એક-એક બેચમાં લોકોને મોલમાં એન્ટ્રી આપવામાં આવશે.
મોલમાં મર્યાદિત લોકોને જ એન્ટ્રી મળશે.
મોલમાંની બેન્ચ પર સમય સમયે જુદી જુદી વ્યક્તિઓ બેસતી હોવાથી તેના દરવાજાના નોબને જુદી જુદી વ્યક્તિઓ પ્રવેશતી હોવાથી તેને વારંવાર સાફ કરવું જરૂરી છે.
લિફ્ટના બટન અને એલિવેટરની રેલિંગ પણ વારંવાર સાફ કરવી પડશે.
અમદાવાદ : મેઘાણીનગરમાં થોડા દિવસ પહેલા જ રિપેર કરેલો રોડ દબાઈ ગયો, અનાજથી ભરેલી ટ્રક પલટી
હોટલ-રેસ્ટોરન્ટ્સ માટે આ બાબતોનું ધ્યાન રાખવુ પડશે
હોટલ રેસ્ટોરન્ટ્સમાં બેસવાની ક્ષમતાના માત્ર 50 ટકા લોકોને જ પ્રવેશ અપાશે
મેનુ એક ગ્રૂપના લોકોને આપ્યા બાદ બીજા ગ્રૂપને આપી શકાશે
લોકો પાર્સલ લઈ જાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે
ડિલીવરી કરવા જનાર વ્યક્તિનું ફરજિયાત સ્ક્રીનિંગ થવુ જરૂરી છે
આ ઉપરાંત મોલ, રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં એસી માટે સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ પાલન કરવું પડશે. તેમજ આ સ્થળોએ કામ કરતા કર્મચારીઓનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. તેમજ હોટલના સંચાલકોએ ટ્રાવેલરની હિસ્ટ્રી રાખવી પડશે.. લગેજને સેનેટાઈઝ કર્યા બાદ જ હોટલમાં અંદર લેવામાં આવશે. તેમજ હોટલના સ્ટાફ એકબીજા સાથે ઈન્ટરકોમથી વાત કરે તેવી વ્યવસ્થા રાખવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર