અમદાવાદ :આજે અષાઢી બીજ છે. આજના આ પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. મોસાળ સરસપુરમાં ભગવાનને મામેરું ચઢાવવામાં આવ્યું. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. આ પ્રંસગે તેમની આંખમાંથી આસુ આવી ગયા તેવું તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : એક ક્લિકમાં જુઓ કેવા સજાવાયા છે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનને...


યતીન પટેલે ભગવાનનાં વાઘા બનાવ્યાં
ભગવાનનું મામેરું તેમાં ભગવાનને હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીંછીંયા વગેરે ઘરેણા, તેમજ સુભદ્રાજી માટે સાડી, બુટ્ટી, વીંટી, ઝાંઝર સહિત પાર્વતી શણગારનો સમાવેશ થાય છે. આ મામેરા માટે ભગવાનનાં વાઘા ઘી કાંટામાં રહેતા યતીન પટેલ બનાવ્યા છે. ભગવાનના વાઘામાં મુગટ, પીછવાઇ, પાથરણુ, ધોતી, ખેસ, બખ્તર વગેરે છે. વાઘા બનાવતા તેમને 35 દિવસ થયા હતા. આશરે 50 હજારના વાઘા ભગવાનને અર્પણ કરવામાં આવ્યાં છે. 


પહેલીવાર અમદાવાદ રથયાત્રાની લંબાઈ ઘટી, 400થી 500 મીટર ટૂંકી થઈ


કાનજી પટેલને 20 વર્ષ પછી મામેરુ કરવાની તક મળી
આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. તેમણે 20 વર્ષ અગાઉ ભગવાનનાં મામેરા માટે નામ નોંધાવ્યું હતું. જો કે 20 વર્ષ જેટલી લાંબી રાહ જોયા બાદ પટેલ પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે. આ મામેરા પાછળ આશરે 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. 


અત્રે જણાવવાનું કે ભગવાનું મામેરું કરવું એ તો જીવનસભર એક લ્હાવો હોય છે. વર્ષો સુધી મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. તેમાં પણ ડ્રો કરવામાં આવતો હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય-ધન્ય થઇ જતું હોય છે તેવી શ્રદ્ધાળુઓમાં આસ્થા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :