પહેલીવાર અમદાવાદ રથયાત્રાની લંબાઈ ઘટી, 400થી 500 મીટર ટૂંકી થઈ

રથયાત્રાને પગલે સૌથી વધુ ચર્ચાતી બાબત તેની લંબાઈ હોય છે. પોલીસ કાફલા સાથે નીકળતી રથયાત્રાનો પહેલો છેડો અને અંતિમ છેડો ક્યાં હોય છે, રથયાત્રા કેટલી લાંબી હોય છે તે જાણવામાં દરેકને રસ હોય છે. ત્યારે 2019ની રથયાત્રાની લંબાઈ ઘટી ગઈ છે. ડીસીપીથી નીચેના પોલીસ અધિકારીઓની ગાડીઓ કાફલામાં ન જોડાતા રથયાત્રા ટૂંકી થઈ છે. 

પહેલીવાર અમદાવાદ રથયાત્રાની લંબાઈ ઘટી, 400થી 500 મીટર ટૂંકી થઈ

અમદાવાદ :ભગવાન જગન્નાથની રથયાત્રાને પગલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારથી જ ઉત્સોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વિધીવિધાન મુજબ સવારે મંદિર ખાતે મંગળા આરતી યોજાઈ હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે જોડાયા હતા. રથયાત્રાને પગલે સૌથી વધુ ચર્ચાતી બાબત તેની લંબાઈ હોય છે. પોલીસ કાફલા સાથે નીકળતી રથયાત્રાનો પહેલો છેડો અને અંતિમ છેડો ક્યાં હોય છે, રથયાત્રા કેટલી લાંબી હોય છે તે જાણવામાં દરેકને રસ હોય છે. ત્યારે 2019ની રથયાત્રાની લંબાઈ ઘટી ગઈ છે. ડીસીપીથી નીચેના પોલીસ અધિકારીઓની ગાડીઓ કાફલામાં ન જોડાતા રથયાત્રા ટૂંકી થઈ છે. 

400થી 500 મીટર ટૂંકી થઈ
રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાંથી ચાલુ વર્ષે ડીસીપીથી નીચેના તમામ પોલીસ અધિકારીઓની ગાડીઓ નહીં જોડાય. આમ કરવા પાછળના મુખ્ય બે કારણ એ છે કે પોલીસની લગભગ 40 થી 50 ગાડીઓ યાત્રાની સાથે નહીં જોડાવાથી યાત્રાની લંબાઈ લગભગ 400 થી 500 મીટર ટૂંકી થઇ જશે. તે સાથે તે તમામ ગાડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા ડીપ પોઈન્ટવાળા રોડ ઉપર પેટ્રોલિંગ કરશે. રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની સાથે તેમની ગાડીઓ પણ જોડાય છે. ચાલુ વર્ષે રથયાત્રાના બંદોબસ્તમાંથી 40 થી 50 ગાડીઓ ઓછી કરાઈ છે. અને તે ડીપ પોઈન્ટ વાળા રોડ ઉપર પેટ્રોલિંગ કરશે. આમ, રથયાત્રાની લંબાઈ ઘટી ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 142મી રથયાત્રામાં સુરક્ષા પુરી પાડવા શહેર પોલીસ સજ્જ થઇ ગઈ છે. અમદાવાદ શહેર પોલીસે મંગળવારે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. આ ગ્રાન્ડ રિહર્સલ જગન્નાથ મંદિરથી લઇ ને સરસપુર મંદિર અને ત્યાંથી ફરી જગન્નાથ મંદિર સુધી કરવામાં આવ્યું હતું. પોલીસનું આ ગ્રાન્ડ રિહર્સલ પોલીસ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. રિહર્સલમાં અમદાવાદ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સુરક્ષાની સમીક્ષા કરીને નાની મોટી ક્ષતિઓને દૂર કરવામાં આવી હતી. આ વર્ષની રથયાત્રાની ખાસ વાત એ છે કે, તેમાં ડ્રોન ગાર્ડ નામની સિક્યુરિટીનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિબંધિત ડ્રોન જો ક્યાંય નજરે પડશે તો તેને બ્લાસ્ટ કરી શકાશે એ પ્રકારની
અમદાવાદ શહેર પોલીસ સિસ્ટમ વિકસાવી છે. 

  • રથયાત્રામાં સીપી, 8 આઈજી-ડીઆઈજી, 40 ડીસીપી, 103 એસપી સહિત 20,125 પોલીસનો કાફલો સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યો છે.
  • 19 કિલોમીટરના રુટમાં આવતા રસ્તા આજે બંધ રહેશે. પોલીસે વૈકલ્પિક માર્ગની જાહેરાત કરી છે. 
  • સવારે 7 વાગ્યાથી જમાલપુર ચોકીથી ખમાસા આવતો-જતો ટ્રાફિક બંધ રહેશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news