Heart Attack: રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમને નખમાં રોગ ન હોય તેવા વ્યક્તિઓને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે આજે ગાંધીનગરમાં ચાલું નોકરીએ નાયબ મામલતદારને કચેરીમાં હાર્ટએટેકના લીધે અવસાન થયું હતું. જેના કારણે કચેરીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરેશ ધાનાણી ફરી છવાયા! લખ્યું; રૂપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા...'


મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં ચાલુ નોકરીએ નાયબ મામલતદારને હાર્ટ એટેક આવતા ખળભળાટ મચી ગયો છે. સિવિલના ડૉક્ટરોએ મનીષ કડિયાને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ અધિકારી આલમમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મનીષ કડીયા (ઉ.વ.42) આજે નિત્યક્રમ મુજબ તેઓ ઓફિસ આવ્યા હતા અને બપોરના સમયે અચાનક છાતીમાં દુઃખાવા જેવું લાગ્યું હતું. જેથી તાકીદે તેમને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું  હતું. 


ગુજરાતમાં ભુક્કા બોલાવી દે તેવી આગાહી! ઉત્તર ગુજરાત અને અ'વાદીઓને'તો ઉંધ જ નહીં આવે!


નાયબ મામલતદારના અચાનક અવસાનના પગલે કચેરીમાં શોક છવાઈ ગયો હતો અને પરિવારને જાણ કરવામાં આવતાં પરિવાર દોડી આવ્યો હતો અને આક્રંદ કરી મૂક્યું હતું. ગત સપ્તાહે જ સેક્ટર-૨૮માં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટએટેકથી અવસાન થયું હતું અને આજે ફરીથી સરકારી અધિકારીનું હાર્ટએટેકથી નિધન થયું હતું. 


ગુજરાતમાં એક એવો મેળો જ્યાં સંતાન પ્રાપ્તિ માટે ખાવો પડે છે માર! દરેકની પૂર્ણ થાય છે