Rajkot News ગૌરવ દવે/રાજકોટ : વિશ્વાસ ન આવે તેવી ઘટના રાજકોટ શહેરમાં બની છે. આજકાલ ગામેગામ નકલી ડોક્ટરો ફૂટી નીકળ્યા છે. ત્યારે રાજકોટમાં ચાવી બનાવનાર ડૉક્ટર બની ગયો. પરંતુ તેનુ કારનામુ સાંભળીને તમારું મગજ ચકરાવે ચઢી જશે. ચાવી બનાવવાનું કામ કરતા શખ્સે બોગસ તબીબ બનીને દર્દીના મોઢાનું ચોકઠું બનાવીને કોઈ પણ માહિતી વગર ફીટ કરી દીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શામજીભાઈ જીવાભાઇ રાઠોડ નામના વ્યક્તિએ જગ્ગન સિંગ પરસોતમ સિંગ ખીંચી વિરુદ્ધ આઈપીસીની કલમ 336, 419 તેમજ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ 1963 ની કલમ 30 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે જગ્ગનસિંહની ધરપકડ કરવામાં આવી છે. શામજીભાઈએ પોલીસ ફરિયાદ કરી કે, જગ્નસિંહ નામનો શખ્સે બોગસ તબીબ બનીને તેમના મોઢામાં ચોકઠું ફીટ કર્યું. જોકે, તે હકીકતમાં ચાવી બનાવવાનું કામ કરે છે. 


આ પણ વાંચો : 


જૈન સમાજ કેમ રસ્તા પર ઉતર્યો, તીર્થ રક્ષા કરવા નીકળેલા સમાજનાં રોષ પાછળનું કારણ શું?


હાઈસ્કૂલ ક્લર્કે કરી 13 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી, ભર બજારમાં હાથ પકડ્યો


ધારાવી જેવો બનેલા અમદાવાદના આ વિસ્તારનો થશે વિકાસ, લાખોના ઘરોની કિંમત કરોડોની થશે


શામજીભાઈએ જણાવ્યું કે, હું છેલ્લાં 30 વર્ષથી સરલ ફેક્ટરીમાં નોકરી કરું છું. 20 ડિસેમ્બરના રોજ હું 80 ફૂટ રોડ પર આવેલી ચાવડાની દુકાન પર ઉભો હતો. ત્યારે મારી સાથે એક ભાઈ ચા પીવા આવ્યા હતા. વાતવાતમાં મેં તેમને કહ્યું કે, મારા જમણા જડબાના દાંત પડી ગયા છે, અને મારે નવુ ચોકઠું બેસાડવાનું છે. ત્યારે જગ્ગન ખીંચી નામના શખ્સે મને દાંત ફીટ કરાવી આપવાનું કહ્યુ હતું. 


કપાસનો ભાવ જોઈ ખેડૂતો રડ્યા, ભાવ વધે તેની રાહ જોઈને ઘરમાં સાચવવા પડે છે