Surat માં ચપ્પાના ઘા મારી યુવકની ઘાતકી હત્યા, મહિલાને જાહેરમાં માર્યા લાકડાના ફટકા
સુરતમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરત શહેરના કતારગામ વિસ્તાની નિલકંઠ સોસાયટીમાં સગા બનેવીએ પોતાના સાળાને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી
તેજશ મોદી/ સુરત: સુરતમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરત શહેરના કતારગામ વિસ્તાની નિલકંઠ સોસાયટીમાં સગા બનેવીએ પોતાના સાળાને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી. જોકે હત્યારો આટલેથી અટક્યો ન હતો અને બાદમાં આખા પરિવારને જાહેરમાં લાકડાના ફટકા મારી ભાગી છૂટ્યો હતો. મહત્વુંનું છે કે પત્નીને છુટાછેડાને લઈને હત્યારાના એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈ બનેવીએ સાળાની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
સમગ્ર ઘટના અંગે મૃતકના કાકા રાઘવભાઈએ કહ્યું હતું કે તેમની ભત્રીજી પ્રીતિના લગ્ન 20 વર્ષ પહેલાં મહેશ મધુભાઈ ઝાંઝમેર સાથે થયા હતા. જોકે, મહેશ કેટલાક સમયથી અન્ય એક યુવતીના પ્રેમમાં પડ્યો હતો. જેથી તે પોતાની પત્ની પ્રીતિને છૂટાછેડા આપવા માગતો હતો. આ મુદ્દે મહેશે અનેક વખત સાસરી પક્ષના ઘરમાં ઘૂસીને ધાકધમકી આપી ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે તેને કોઈન પણ ભોગે છૂટાછેડા જોઈતા હાન, આને તેથી જ તે દબાણ કરી રહ્યો હતો.
આ પણ વાંચો:- સાંસદ મોહન ડેલકર આપઘાત કેસમાં નવો વળાંક, ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી સામે પોલીસ ફરિયાદ
આ દરમિયાન મંગળવારની સાંજે મહેશ અને એનું પરિવાર પિયર ગયેલી પ્રીતિને મળવા માટે આવ્યું હતું. જ્યાં છૂટાછેડાની વાત મુદ્દે ભારે ધમાચકડી મચી હતી. સાથે જ પ્રીતિ અને ઘરની મહિલાઓ સાથે મારામારી કરી હતી. જયેશ અને એમના નાના ભાઈ નિતેશ નોકરીએ થી પરત આવતા તેમને આ બાબતે જાણ થઈ હતી, જેથી તેઓ બનેવી મહેશને સમજાવવા ગયા હતા. ત્યારે મહેશે સોસાયટી બહાર જયેશ અને નિતેશ પર ચપ્પુ વડે હુમલો કરી ઉપરા છાપરી ઘા માર્યા હતાં, ચપ્પુના ઘા વાગતાં બન્ને ભાઈ જમીન પર ઢળી પડ્યા હતા.
આ પણ વાંચો:- બે હાથ હવામાં લહેરાવીને સુરતના રસ્તાઓ પર બાઈક સ્ટંટ કરવું યુવતીને ભારે પડ્યું
મહેશે મહિલાઓને પણ જાહેરમાં લાકડાના ફટકા વડે માર માર્યો હતો. ઘાયલ બન્ને ભાઈઓ સહિત આખા પરિવારને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં, જ્યા સારવાર દરમિયાન જયેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે નાના ભાઇ નિતેશને તત્કાલિક ખાનગીમાં ખસેડી દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જયેશભાઇને છાતીમાં 3 અને પેટમાં 1 ઘા અને નિતેશને છાતી અને કમર પર 3-4 ઘા મરાયા હતા.
આ પણ વાંચો:- રફતારની રાણીની તસવીરો થઈ વાયરલ, આ ગુજ્જૂ ગર્લના જલવા જોઈ થઈ જશે આંખો ચાર
પ્રેમિકાને પામવા પત્નીને છૂટાછેડા આપવાની લ્હાયમાં મહેશે આ કૃત્ય કર્યું હતું. વધુમાં મળતી માહતી અનુસાર જયેશભાઇની બહેન પ્રીતિને એક 17 વર્ષની દીકરી સાથે બે સંતાન છે. મહેશે પત્નીને એક વર્ષ પહેલાં જ પિયરમાં છોડી દીધી હતી. આ સાથે જ બાળકો પણ આપ્યા ન હતા. પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવ્યો હતો, જોકે મહેશે કોઈ પણ ભોગે છૂટાછેડા ઈચ્છી રહ્યો હતો, અને તે માટે જ મહેશે સાસરીમાં ધમાલ મચાવી છૂટાછેડા આપી દો નહિ તો કોઈ પણ એક ને તો હું કાપી જ નાખીશ એવી ખુલી ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તાપસ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube