ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ એરપોર્ટ પરથી દોઢ કિલ્લો સોનુ (gold) ઝડપાયું છે. દિલ્હી IT ને મળેલી બાતમીના આધારે રાજકોટ IT વિભાગ દ્વારા CISF ને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીથી રાજકોટ આવેલી ફ્લાઇટના મુસાફર પાસેથી દોઢ કિલોનું સોનુ મળી આવ્યુ છે. દિલ્હી (delhi) ઈન્કમ ટેક્સની વિભાગની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ ઈન્કમટેક્સ ઈન્વેસ્ટિગેશનને માહિતી મળતા તેમણે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં પંજાબના અમૃતસરનો યુવક મળી આવ્યો છે. આ યુવક દિલ્હીથી રાજકોટ (Rajkot) મા સોનુ લઈને આવ્યો હતો. તેને પકડી લેવાયો છે. 


આ યુવક પંજાબનો વેપારી હોવાનું ખૂલ્યુ છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. આ વેપારી સોનુ ક્યાથી લાવ્ય હતો, અને રાજકોટમાં તે કોને આપવાનુ હતું તે અંગે પૂછપરછ શરૂ કરાઈ છે. 


ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પરથી આ પ્રકારે અનેકવાર સોનુ પકડાતુ હોય છે. લોકો સોનુ લઈ જવા માટે અનેક પ્રકાર અપનાવતા હોય છે. પરંતુ ચેકિંગ દરમિયાન પકડાઈ જતા હોય છે.