વડોદરા : શર્ટલેટ થઈ સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાનો ફોટો પાડી રહ્યો હતો, કરી ફરિયાદ
વડોદરામાં ગઈકાલે રસપ્રદ બનાવ બન્યો હતો. જેમાં પોશ એરિયામાં રહેતા એક વેપારીએ સ્વીમિંગ પુલમાં ન્હાતી મહિલાઓનો વીડિયો શૂટ કરતો હતો. મહિલાઓએ ફરિયાદ કરતા પોલીસે સોમવારે મોડી રાત્રે ગુનો નોંધ્યો હતો.
વડોદરા :વડોદરામાં ગઈકાલે રસપ્રદ બનાવ બન્યો હતો. જેમાં પોશ એરિયામાં રહેતા એક વેપારીએ સ્વીમિંગ પુલમાં ન્હાતી મહિલાઓનો વીડિયો શૂટ કરતો હતો. મહિલાઓએ ફરિયાદ કરતા પોલીસે સોમવારે મોડી રાત્રે ગુનો નોંધ્યો હતો. મંગળવારે આકાશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરામાં આકાશ પટેલને ધરપકડ બાદ જામીન પણ મળ્યા હતા.
શું ગુજરાતમાં પોલીસને ગુનો કરવાનો છુટ્ટો દોર મળ્યો છે? વડોદરામાં નશેડી PSIએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું
બન્યું એમ હતું કે, વડોદરાના ગોત્રી સેવારી રોડ પર અનેક બંગ્લોઝ આવેલા છે. જેમાં વિલા ક્લબ હાઉસમા એક સ્વીમીંગ પુલ આવેલું છે. જ્યાં વિલામાં રહેતી મહિલાઓ રોજ સ્વીમિંગ માટે જાય છે. પુલની પશ્ચિમ દિશાએ સોમનાથ સોસાયટીના બંગલા આવેલા છે. જેમાંથી બંગલા નંબર 78માં આકાશ પટેલ નામનો કમ્પ્યૂટરનો વેપારી રહે છે. મહિલાઓની નજર પડી હતી કે, આકાશ પોતાના બંગલાના પહેલા માળે શર્ટ કાઢી અર્ધનગ્ન હાલમાં ઉભો છે અને તે સ્વીમિંગ કરતી મહિલાઓના ફોટો અને વીડિયો લઈ રહ્યો હતો. ત્યારે મહિલાઓની નજર જતા તેમણે ક્લબ મેનેજરને આ વાતની જાણ કરી હતી, અને ક્લબ મેનેજરે આકાશનો શૂટ કરતો ફોટો પાડ્યો હતો. જેના બાદ મામલો બિચક્યો હતો. મહિલાઓએ આકાશનો રીતસરનો ઉધડો લીધો હતો અને ત્યાર બાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહોંચી હતા. જ્યાં પોલીસે સોમવારે મોડી રાત્રે ગૂનો નોંધી આકાશ પટેલની ધરપકડ કરવાના દિશામાં તપાસ શરૂ કરી હતી.
Patan Photos : પાણી વગર પશુઓને પણ મળ્યું મોત, પણ સરકારના કાને ક્યાં કઈ અથડાય છે?
મહિલાઓના આરોપ બાદ આકાશ પટેલની કેટલીક કરતૂતો બહાર આવી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે, આકાશ પટેલ છેલ્લા છ મહિનાથી મહિલાઓને નિહાળી રહ્યો હતો. જેના માટે તેણે વિવિધ તૂત આચર્યા હતા. જેમ કે, સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાઓ સ્પષ્ટ રીતે દેખાય તે માટે આકાશે વચ્ચે નડી રહેલા 20 વૃક્ષોનો ખાત્મો બોલાવ્યો હતો. જેના વિશે લોકોને સમગ્ર મામલો બહાર આવ્યા બાદ ખબર પડી હતી. તેણે ઝાડને કારણે કચરો પડતો હોવાનું કારણ ધરીને 20 ઝાડ કપાવી નંખાવ્યા હતા.
ગોત્રી-સેવાસી રોડ પર આવેલા વિલાના ક્લબ હાઉસના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી 8 મહિલાઓનો બંગલાની ગેલરીમાંથી વીડિયો ઉતારતા વેપારી આકાશ પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાઓએ પોલીસને આ મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલેસી કાર્યવાહી કરી છે. સમગ્ર મામલે મહિલા આયોગે વડોદરા પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :