ચેતન પટેલ/સુરત :સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન પર પ્રતિબદ્ધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં લોકો જાહેરનામાનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. આવા કિસ્સાઓમાં પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ તો કરે છે. તેમ છતાં લોકોને પોલીસનો ડર નહિ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વધુ એક વીડિયો કવાસ ગામનો બહાર આવ્યો છે. જેમાં એક યુવાન દ્વારા જાહેરમાં તલવાર વડે કેક કટીંગ કરવામાં આવે છે અને તેના મિત્રો દ્વારા બિયર પણ ઉડાડવામાં આવી રહી છે. 


મૃતકના પરિવારનો આક્ષેપ, ‘ગાડી ડ્રાઈવર નહિ, પણ ધારાસભ્ય શૈલેષ પરમારનો પુત્ર ચલાવતો હતો’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી સુરતની સડકો પર એક તલવારથી કેક કટિંગ કરવાના વીડિયો વાયરલ થતા હતા. ત્યારે આ તસવીરમાં દેખાઈ રહેલો યુવક બે તલવારથી કેક કાપતો દેખાઈ રહ્યો છે. યુવક બિન્દાસ્ત રીતે બે તલવારથી કેક કાપી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ ઇચ્છપોર પોલીસ દોડતી થઈ છે. તેમજ આ યુવાન કોણ છે તે અગે તપાસ શરૂ કરી છે.


આ Video જોઈને કહેશો શું શાનદાર કેચ છે, ત્રીજા માળથી પડતા બાળકને કેચ કરીને બચાવી લેવાયો  


એક મહિનામાં 4 ઘટના બની
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં તલવાર વડે કેક કાપવાની 4 ઘટનાઓ સામે આવી છે. તેમ છતાં જાણે સુરત પોલીસનો કોઈને ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube