અમદાવાદ : ગુજરાતના ગિર નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાઇરલ થઇ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ આંબાના બાગમાં આરામ કરી રહેલી સિંહણની સાથે વીડિયો ઉતારી રહ્યો છે. નિર્ભય રીતે ખેતરમાં પોતે સુઇને શુટિંગ કરી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જો કે આ વીડિયોમાં સિંહો પણ ખુબ જ શાંતિથી આરામ કરી રહ્યા છે. તે આ વ્યક્તિથી ગભરાઇ રહ્યા હોય તેવું નથી લાગી રહ્યું. 


સુરત: વેસુના VIP રોડ પર વિચિત્ર અકસ્માતમાં ફાયર ઓફીસરનું ઘટના સ્થળે જ મોત
કુતરૂ કરડાવી પુર્વજે આપ્યો સમાધિનો સંકેત, મોરબીનો આધેડ વ્યક્તિ લેશે સમાધિ !
જો કે આ વીડિયો વાઇરલ થયા બાદ વનમંત્રી ગણપત વસાવાએ તપાસનાં આદેશ આપ્યા છે. જૂનાગઢ સીસીએફને આ ઘટના અંગે તપાસ કરી તત્કાલ અહેવાલ સોંપવા માટેના આદેશ આપ્યા છે. વીડિયો કયા વિસ્તારનો છે અને તે વ્યક્તિ કોણ છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. જો કે વીડિયો જોતા તે ફોરેસ્ટ વિસ્તાર નહી પરંતુ આંબાવાડી (રેવન્યું) વિસ્તારનું હોવાનું સામે આવી રહ્યું છે. પરિમલ નથવાણી પણ આ વીડિયો વાઇરલ થયા બાદ તે અંગે પ્રતિક્રિયાઓ આપી ચુક્યા છે.