કુતરૂ કરડાવી પુર્વજે આપ્યો સમાધિનો સંકેત, મોરબીનો આધેડ વ્યક્તિ લેશે સમાધિ !
પૂર્વજ દ્વારા પહેલા કુતરૂ કરડાવીને સંકેત અપાયા બાદ સપનામાં આવીને સમાધિ સંદેશ આપતા કાંતિભાઇએ સમાધિનો નિર્ણય લીધો છે
Trending Photos
અમદાવાદ : મોરબી જીલ્લાના પીપળીયા ગામે યુવાન લેશે જીવતા સમાધી! જી હાં આ 21મી સદીની અને આજની જ વાત થઇ રહી છે. મોરબી જિલ્લાનાં કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દીધી છે. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થય હોવા છતા પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેઓએ સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. સમાધિની તારીખ 28 પણ નક્કી થઇ ચુકી છે. તે દિવસે તેમણે સમાધિની મંજુરી આપવા માટે તંત્ર પાસે માંગ કરી છે.
મોરબીના રહેવાસી કાંતિભાઇ પૂર્વજોના આદેશ બાદ જીવતા સમાધિ લેવાના હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાઇરલ #zee24kalak pic.twitter.com/ahA8vI1keg
— Zee 24 Kalak (@Zee24Kalak) November 15, 2019
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કાંતિલાલ અરજણભાઇ મુછડિયા નામના વ્યક્તિ મોરબીનાં પીપળીયા ગામે રહે છે. તેઓ પોતાનાં પૂર્વ નોંધાનંદ દાદાના ખુબ જ મોટા ભક્ત હોવાનો દાવો કરી રહ્યા છે. 450 વર્ષ અગાઉ તેના પુર્વ થઇ ગયેલા નોઘાનંદ દાદા ખુબ જ ચમત્કારીક વ્યક્તિત્વ છે. હાલ પણ તેમની સમાધીની માનતા રાખવાતી કેન્સર અને ટીબી જેવા અસાધ્ય રોગો પણ મટી જતા હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે. આ નવઘણદાદાની સમાધી જામ દુધઇમાં (જોડીયા તાલુકો) આવેલી છે.
હાર્દિક પટેલના પ્રહાર, કહ્યું- લાખો યુવાનો બેરોજગાર, ખેડૂતોની કફોડી હાલત છતાં ભાજપ ફૂંકે છે બણગા
આ નોધણદાદા દ્વારા સમાધિનો આદેશ અપાયો હોવાનાં કારણે તેઓ સમાધિ લઇ રહ્યા છે. કાંતિભાઇના પત્ની અગાઉ અસાધ્ય રોગોના કારણે મૃત્યુ પામી ચુક્યા છે. તેમના બે બાળકો પણ મોટા થઇ ચુક્યા છે. નોઘાણંદ દાદા નામના તેમના પુર્વજે તેમને કુતરુ કરડાવીને પહેલા સંકેત આપ્યો અને ત્યાર બાદ સપનામાં આવીને સમાધી લેવાનો આદેશ આપ્યો છે. જેથી તેઓ 28મી તારીખે સમાધી લેવાની જાહેરાત કરી છે. જો કે આ માટે તંત્ર પાસેથી તેમણે કોઇ પરવાનગી લીધી છે કે કેમ તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે