ભુજ: મજુરીનાં પૈસા માટે વૃદ્ધાની હત્યા કરનારા આરોપીને આજીવન કારાવાસની સજા
બે વર્ષ અગાઉ અબડાસાના નલીયા ગામે 90 વર્ષીય વૃદ્ધની મજુરીના પૈસા અંગે હત્યા કરનારા યુવાનને સ્થાનિક કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં મૌખીક અને 33 દસ્તાવેજી પુરાવાની સાથે ડોગ સ્કેનરની જુબાની પણ લેવામાં આવી હતી. ડોક સ્કેનરને માન્ય રાખવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2017 ના નવેમ્બર માસમાં નલીયાનાં દરબાર ગઢમાં રહેતા કનુભા જાડેજા તેમની સાથે ભાગમાં ખેતમજુરી કરતા અબ્બાસ ઉર્ફે અભા ભુડા સાટીએ મંજુરી બાબતે થયેલા વિવાદમાં છરી વડે ગળું રહેંસી નાખ્યું હતું.
ભુજ : બે વર્ષ અગાઉ અબડાસાના નલીયા ગામે 90 વર્ષીય વૃદ્ધની મજુરીના પૈસા અંગે હત્યા કરનારા યુવાનને સ્થાનિક કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં મૌખીક અને 33 દસ્તાવેજી પુરાવાની સાથે ડોગ સ્કેનરની જુબાની પણ લેવામાં આવી હતી. ડોક સ્કેનરને માન્ય રાખવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2017 ના નવેમ્બર માસમાં નલીયાનાં દરબાર ગઢમાં રહેતા કનુભા જાડેજા તેમની સાથે ભાગમાં ખેતમજુરી કરતા અબ્બાસ ઉર્ફે અભા ભુડા સાટીએ મંજુરી બાબતે થયેલા વિવાદમાં છરી વડે ગળું રહેંસી નાખ્યું હતું.
મોરબીમાં અરજી કરી હશે તેમણે સરકાર દ્વારા પાક સહાયનું ચુકવણું ચાલુ કરવામાં આવ્યું
ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. ઘટના સ્થળેથી પાડોશમાં રહેતા કનુભાજાડેજા અને કિશોર જાડેજા આરોપી અબ્બાસને રૂમમાંથી ભાગતો જોયો હતો. મર્ડર કર્યા બાદ આરોપી એક ખંડેરમાં છુપાઇ ગયો હતો અને હત્યાના સ્થળેથી તેના ચપ્પલ મળી આવ્યા હતા. ખંડેરમાંથી આરોપીને ગણતરીની મીનીટોમાં સ્કવોર્ડે ઝડપી લીધો હતો. જ્યાં તેનાં લોહિયાળ કપડા અને માટી સાથે મળી આવતા તેને એફએસએલમાં મુકાતા વૃદ્ધનાં લોહી સાથે મેચ પણ થતા હતા. આ કેસમાં કોર્ટે 18 મૌખીક અને 33 દસ્તાવેજી પુરાવા ચેક કરીને આરોપીને સજા ફટકારવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube