ફ્લેટની ચાવી કુંડા કે ડોરમેટ નીચે છુપાવીને જવાની આદત હોય તો ચેતજો, નહિ તો આવું થશે
Valsad News : વલસાડમાં ફેલટ ધારકોમાટે લાલ બતી સમાન કિસ્સો આવ્યો સામે... વલસાડના છીપવાડ ખાતે દિયા એપાર્ટમેન્ટમાંથી તસ્કર 25 તોલા સોનું અને રોકડ રૂપિયા ચોરી કરી ગયો
Crime News ઉમેશ પટેલ/વલસાડ : જો તમને ફ્લેટની ચાવી કુંડા, ડોરમેટ કે બીજે ક્યાંક છુપાઈની જવાની આદત હોય તો ચેતી જજો. વલસાડમાં આવી રીતે ચાવી મૂકીને બહાર જવાનું પરિણામ એક પરિવારે ભોગલવ્યું. વલસાડમાં એક ફ્લેટમાં રહેતી મહિલાને ચાવી બુટમાં મૂકતા જોયા બાદ અજાણ્યા યુવકે ત્યાંથી ચાવી લઈ ફ્લેટમાં ચોરી કરી હતી. અજાણ્યા યુવક દ્વારા ફ્લેટમાં ઘૂસી 25 તોલા સોનુ તથા 25 હજાર રોડક રૂપિયા ચોરી કરાઈ હતી. ચોરી કરવા આવેલો યુવાન સીસીટીવીમાં કેદ થયો છે.
વલસાડના છીપવાડમાં આવેલા દિયા એપાર્ટમેન્ટમાં તસ્કર ઘોળા દિવસે વેપારીના ફ્લેટનું તારું ખોલીને સોનાના દાગીના અંદાજિત 25 તોલા સોનું તથા રૂપિયા 25,000 રોકડા મળી કુલ 10.25 લાખની ચોરી કરી હતી. ચોરી કરીને ભાગતો ચોર એપાર્ટમેન્ટમાં લગાવેલા CCTV કેમેરા કેદ થયો છે.
આ પણ વાંચો :
ગુજરાતમાં IASમાં થશે મોટા ફેરફાર : દિલ્હીથી આવ્યો ઓર્ડર, શરૂ થશે વાટકી વહેવાર
SP એ સપાટો બોલાવ્યો, અમદાવાદ ગ્રામ્યમાં પીઆઈ સહિત 14 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યાં
ગુજરાતમાં નવા ડીજીપી કોણઃ સંજય શ્રીવાસ્તવ, કરવાલ, તોમર કે વિકાસ સહાય?
પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડના છીપવાડમાં આવેલા દિયા રેસીડેન્સી એપાર્ટમેન્ટના બીજા માળે 205 નંબરના ઘરમાં કિશોરભાઈ જયંતીલાલ મોદી રહે છે. જેઓ શાકભાજીનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરે 12:00 વાગે કિશોરભાઈ દુકાન ઉપર હતા ત્યારે તેમના પત્ની વૈશાલીબેન ફ્લેટમાં તારું મારીને ચાવી બુટમા મૂકીને દુકાન ઉપર જતા હતા. ત્યારે એક યુવાન ફ્લેટ પાસે આવ્યો હતો. ત્યારે વૈશાલીબેને યુવાનને પૂછ્યું કે તમે શા માટે આવ્યા છો અહીં. તો યુવાને જણાવ્યુ હતું કે, હું અહીં ફર્નિચરનુ કામ કરવા માટે આવ્યો છું.
આ દરમિયાન વૈશાલીબેને બુટમાં ચાવી મુકી બજાર જાવા માટે નીકળી ગયા હતા, ત્યારે ચાવી મુક્તા યુવાને જોયુ હતું. યુવાને બુટમાંથી ચાવી કાઢીને ફ્લેટ ખોલ્યો હતો. તેના બાદ બેડરૂમમાં મુકેલા કબાટને ચપ્પુ અને સાણસી વડે તોડી કબાટમાંથી સોનાના દાગીના ચોરી ગયો હતો. ચોરે સોનાના દાગીના મળીને અંદાજે 25 તોલા સોનું ચોરી કર્યુ હતું. જેની આશરે કિંમત 14 લાખ રૂપિયા થાય છે. તેમજ 25,000 રોકડા રૂપિયાની ચોરી કરીને ભાગી છુટ્યો હતો. ઘટનાની જાણ થતા સિટી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે એપાર્ટમેન્ટમાં લાગેલા CCTV કેમેરાની તપાસણીક રી. જેમાં યુવક ચોરીને અંજામ આપી દિવાલ કૂદીને ભાગતો CCTV કેમેરામાં કેદ થયો હતો. જે અંગે પોલીસે સીસીટીવીના ફૂટેજ લઈને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : જામનગર એરપોર્ટ પર ફ્લાઈટમાં બોમ્બની વાત અફવા, NSGની 2 ટીમો 10 કલાક સુધી સઘન તપાસ કરી