Bomb Threat : જામનગર એરપોર્ટ પર ફ્લાઈટમાં બોમ્બની વાત અફવા, NSGની 2 ટીમો 10 કલાક સુધી સઘન તપાસ કરી
Moscow-Goa flight bomb threat : મોસ્કોથી ગોવા આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત અફવા... પ્લેનની અંદર કે યાત્રિકો પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ ન મળી... NSGની 2 ટીમો 10 કલાક સુધી સઘન તપાસ કરી...
Trending Photos
Moscow-Goa Flight Emergency Landing At Jamnagar Airport મુસ્તાક દલ/જામનગર : જામનગરમાં લેન્ડ કરવામાં આવેલી રશિયન ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત માત્ર અફવા સાબિત થઈ છે. વિમાનના ચેકિંગ બાદ તમામ મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. NSG, BDSની ટીમોએ 10 કલાક સુધી ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. પરંતુ વિમાન કે મુસાફરોના સામાનમાંથી કંઈપણ વાંધાજનક કે શંકાસ્પદ માહિતી મળી ન હતી. તપાસ બાદ કંઈપણ ન મળતાં તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. જામનગર એરપોર્ટ પર NSGની બે ટીમે આખી રાત તપાસ કરી હતી. જેને કારણે રશિયન મુસાફરો રાતભર જાગ્યા હતા. હવે જ્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી ત્યારે સવારે 10 વાગ્યે ફ્લાઈટ ટેક ઓફ થશે.
મહત્વનું છે કે બોમ્બ હોવાની માહિતી મળતાં રશિયાની ફ્લાઈટનું જામનગરમાં રાત્રે 9:49 કલાકે ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતુ. સૌ પ્રથમ ગોવા ATCને પ્લેનમાં બોમ્બ હોવાનો ઈ-મેલ મળ્યો હતો. જે બાદ તાત્કાલિક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ થયુ હતુ. યાત્રિકોને સુરક્ષિત જામનગર એરપોર્ટના લોન્જમાં ખસેડાયા હતા. વિમાનમાં 236 યાત્રી અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા.
આ પણ વાંચો :
ઘટનાની લેન્ડિંગની ટાઈમલાઈન
રશિયાની ફ્લાઈટે સોમવારે 12:30 કલાકે ઉડાન ભરી
રાત્રે 9:30 કલાકે બોમ્બ હોવાના સમાચાર મળ્યા
ભારતીય એર સ્પેસમાં પ્રવેશી ચૂકી હતી ફ્લાઈટ
જાણકારી મળતાં જ સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ
ફ્લાઈટને નજીકના જામનગર એરપોર્ટ પર ઉતારવામાં આવી
20 મિનિટ પછી 9:50 કલાકે વિમાનનું લેન્ડિંગ થયું
રાતે 10 કલાકે બધા મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા
બોમ્બ સ્ક્વોડ અને NSGની ટીમે તપાસ શરૂ કરી
તપાસ દરમિયાન કંઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળી
11 કલાકે ગોવા પહોંચવાની હતી રશિયન ફ્લાઈટ
જામનગર એરપોર્ટ પર ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકામાં રાહતના સમાચાર સામે આવતા જ તંત્રને પણ રાહત થઈ છે. ફ્લાઈટની અંદરથી કોઈપણ વાંધાજનક વસ્તુ ન મળી. NSGની બે ટીમો દ્વારા ફ્લાઇટનું સંપૂર્ણ ચેકિંગ પૂરું કરાયું છે. ત્યારે ક્લીન ચીટ મળતા જ 10 વાગ્યાની આસપાસ પ્લેનને ગોવા જવા રવાના કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે