ભુજ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો છે. ત્યારે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ વાચ્છુકોનો રાફડો ફાટ્યો હોવાની સ્થિતિ બની છે. વિગતો મુજબ માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠક માટે ટિકિટના દાવેદારોનો રાફડો 35 જેટલા દાવેદારો નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત અનેક દાવેદારોએ દાવો નોંધાવ્યો હતો. જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂદ્ધ દવે, અમુલ દેઢિયા, જીગર છેડા, રસીકબા ગઢવી, ચેતન ભાનુશાલી, જાડેજા રણજીતસિંહ, બટુકસિંહ જાડેજા, દિવ્યાબા જાડેજા, હરદેવસિંહ જાડેજા, રેખાબેન રાબડીયા, કેશુભાઈ પારસીયા, છાયાબેન ગઢવી, એડવોકેટ મગન ગઢવી, મોમાયાભા ગઢવી, રણજીતસિંહ જાડેજા, મહેન્દ્ર રામાણી, શારદાબેન રાબડીયા, વૈશાલી ગોર, મહેન્દ્ર ગઢવી, પાલુભાઈ ગઢવી વગેરે ઉપરાંત અંદાજે 35 જેટલાં દાવેદારોએ ટિકિટ ફાળવવા માંગ કરી હતી. 


દાવેદારોએ પોતાના દાવેદારી માટેના ફોર્મ ભરી રજૂ કર્યા છે ત્યારે માંડવી બેઠક પર વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને ફરી તક મળશે કે કોઈ અન્ય ઉમેદવારને ભાજપ ટિકિટ ફાળવશે તેના પર મિટ મંડાઈ છે.


ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે ગઈ કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે અને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે મુરતિયાનો રાફડો ફાટ્યો છે. આ સિવાય અરવલ્લીની મોડાસા વિધાનસભા બેઠક માટે 35 દાવેદારોએ ટિકિટની માંગણી કરતા સેન્સ પ્રક્રિયા જટિલ બની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube