રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: મુન્દ્રા પોલીસના મારથી યુવાનોની ઘટના હજુ શાંત થઈ નથી ત્યાં માંડવી પોલીસની જોહુકમીનો બનાવ સામે આવ્યો છે. ગુંદિયાળીના હાલ માંડવીમાં રહેતા વેપારી યુવકને પોલીસે લાકડીથી માર માર્યાની ઘટના સામે આવી છે. ત્યારે આ મામલે એસ પીને રજૂઆત પણ કરવામાં આવી છે. જેને લઇને માંડવી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ પણ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોસ્વામી સમાજના યુવક ઉપર પોલીસે અમાનુષી કૃત્ય કરતા સમાજ પણ લાલઘૂમ થયો છે. પ્રોબિશન કેસમાં મિત્રને મળવા જતા પોલીસ દ્વારા પૈસાની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે પૈસાની માંગણી કરી હતી પરંતુ ગૌસ્વામી યુવકે પુરા પૈસા ન આપતા પોલીસ દ્વારા તેને લાકડીથી માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે એસપી પાસે રજૂઆત કરવામાં આવી છે. જેની પૂરતી ખરાઈ કરાઈને તપાસ કરવામાં આવશે તેવું એસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:- Custodial Death Case: મુન્દ્રા પોલીસ મથકે યુવાનોને ઢોર માર મારતા બેનાં મોત, લોકોમાં ઉગ્ર રોષ


ઉલ્લેખનીય છે કે, મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના ચારણ યુવાનો પર મુન્દ્રા પોલીસ મથકે દમન ગુજારાતા બે યુવાનોના મોત નિપજતા કચ્છમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. રક્ષક જ ભક્ષક બને ત્યારે આમપ્રજા કેમ સુરક્ષિત રહી શકે તેવો રોષ પણ ભભૂકી રહ્યો છે. આ ઘટનામાં સામેલ તમામ જવાબદારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે ચારણ સમાજ દ્વારા મુન્દ્રા બંધનું એલાન અપાતા અન્ય સમાજો તેમજ વેપારી એસોસિએશનએ પણ તેને સમર્થન આપતા બંધને સજ્જળ પ્રતિસાદ સાંપડયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube