જૂનાગઢ: જૂનાગઢમાં લોકડાઉનમાં છુટછાટની અસર જોવા મળી રહી છે અને યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે યાર્ડમાં ત્રણ હજાર બોક્સની આવક થઈ હતી અને ત્રણસોથી સાતસો રૂપીયા જેવો પ્રતિ બોક્સનો ભાવ રહ્યો હતો. યાર્ડમાં કેસર કેરીની સાથે હાફુસ કેરીની પણ આવક જોવા મળી રહી છે. જો કે મજુરો નહીં મળવાને કારણે બગીચા થી યાર્ડ સુધી કેરી પહોંચાડવામાં ઈજારેદારોને મુશ્કેલી પડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષમાં એક જ વખત ખાવા મળતી અને ફળોનો રાજા ગણાતી કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનને કારણે કેરીની આવક પર અસર પડી હતી પરંતુ 3 મે પછી લોકડાઉનમાં મળેલી છુટછાટને લઈને કેરીની આવકમાં ઉછાળો જોવા મળ્યો હતો.


જૂનાગઢ સબયાર્ડમાં કેરીના ત્રણ હજાર બોક્સની આાવક થઈ હતી અને ત્રણસો થી સાતસો રૂપીયા પ્રતિ બોક્સ જેવો ભાવ રહ્યો હતો. લોકડાઉનમાં મળેલી છુટછાટને લઈને કેરીની આવકમાં વધારો થયો છે અને હજુ પણ આવતાં દિવસોમાં આવક વધશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. જો કે બગીચામાંથી કેરી ઉતારવા માટે મજુરો નહીં મળવાને કારણે બગીચાનો ઈજારો રાખનાર વેપારીઓને હજુ મુશ્કેલી વેઠવી પડે છે જેને લઈને તેમને થોડી નુકશાની પણ ભોગવવી પડે છે.


કેરીની વધતી આવક સ્વાદ રસિકો માટે આનંદની વાત છે પરંતુ લોકડાઉનની સ્થિતિમાં આવક અને પુરતા ભાવને લઈને જે અસમંજસની સ્થિતિ છે તેને લઈને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube