જુનાગઢ: તૌકાતે વાવાઝોડાંએ ગુજરાતમાં અનેક જિલ્લામાં જિલ્લામાં વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાંમાં સૌથી મોટું નુકસાન ખેડૂતોને થયું છે. વાવાઝોડાને લીધે પાકને મોટું નુકસાન થયું છે. જેમાં વલસાડ અને સૌરાષ્ટ્રના ખેડૂતોના કેરીના પાકને મોટાપાયે નુકસાન થતાં રોવાનો વારો આવ્યો છે. સોમવારે બપોર પછી શરૂ થયેલા તોફાની પવનને કારણે આંબા પર તૈયાર કેરીનો પાક ખરી પડ્યો હતો. વાવાઝોડું લેન્ડ ફોલ થયા બાદ ભારે પવન ફૂંકાતાં કેરીના બગીચાઓ નષ્ટ થઇ ગયો છે. ભારે પવન અને વરસાદને કારણે લગભગ 90 ટકા કેરી ખરી પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે વાવાઝોડું નબળું પડ્યા બાદ ખેડૂતોન આંબાના ખેતરોમાં પહોંચ્યા તો કેરીઓના ઢગલા ખરેલા જોવા મળ્યા હતા. ઘણી જગ્યાએ તો આંબા પણ ધરાશાયી થઇ ગયા હતા. વાવાઝોડાંએ તૈયાર પાકને નષ્ટ કરી દેતાં ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

Cyclone Tauktae: સબ સ્ટેશનમાં પાણી ભરાયા, વાવાઝોડાના લીધે 3850 ગામોમાં છવાયો અંધારપટ


ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી  ઉપરાંત પોરબંદર, કચ્છ અને ભાવનગર જિલ્લામાં નાના-મોટા બગીચા છે તેમાં પણ ભારે પવનને કારણે કેરીઓ ખરી પડી છે. તો આ તરફ વાવાઝોડાના લીધે વલસાડ જિલ્લાના સૌથી મોટા પાક એવા કેરીના પાકને વ્યાપક નુકશાન થયું છે. જિલ્લાના ધરમપુર-કપરાડા વાપી  વલસાડ પારડી અને ઉંમરગામ વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનાં તૈયાર થવા આવેલો પાક ખરી પડ્યો છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.


મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં 45 હજાર હેક્ટર વિસ્તારમાં કેરીનો પાક લેવામાં આવે છે અને અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે. આંબાવાડીઓમાં કેરી તૈયાર થવાના સમયે જ ગઇકાલે વરસાદી વાતાવરણ અને વાવાઝોડા જેવા માહોલમાં વરસાદ વરસ્યો હતો. એને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube