મંગળવારથી GMDC ગ્રાઉન્ડ ખાતે મળશે કેરી, કોર્પોરેશન દ્વારા 100 સ્ટોલ ઉભા કરાયા
26 મે, મંગળવારથી વસ્ત્રાપુર ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી લોકો કેરીની ખરીદી કરી શકશે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ચાલી રહેલાં લૉકડાઉનને કારણે આ વર્ષે કેરીની સિઝન પણ ફિક્કી રહી છે. હવે કેરીની સિઝનને માત્ર થોડા દિવસ બાકી છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેંગો ફેસ્ટીવલનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. મંગળવાર (26 મે)થી શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ મેંગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.
મેયર કરાવશે પ્રારંભ
26 મે, મંગળવારથી વસ્ત્રાપુર ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી લોકો કેરીની ખરીદી કરી શકશે. અમદાવાદના મેયર બિજલ પટેલ દ્વારા આ બજાર ખુલ્લું મુકવામાં આવશે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખતા ભારત અને ગુજરાત સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન પણ કરવામાં આવશે.
બાળકોમાં જોવા મળતા રેરેસ્ટ ઓફ ધી રેર કેસ સર્વાઇકલ કાયફોસીસનો ઇલાજ કરતા સિવિલના તબીબો
15 દિવસ સુધી ચાલશે મેંગો ફેસ્ટીવલ
26 મેથી 15 દિવસ સુધી અહીં કેરીનું વેચાણ થશે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિવિધ જિલ્લાના ખેડૂતો અને વેપારીઓ દ્વારા આશરે 100 જેટલા સ્ટોલ મારફતે કેરીનું વેચાણ કરવામાં આવશે. અહીં લોકોને કેસર કેરી, વલસાડની હાફૂસ, લંગડો સહિતની તમામ પ્રકારની ઓર્ગેનિક, કાર્બાઈટ અને કેમિકલ મુક્ત કેરી મળશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV