ઝી મીડિયા/બ્યૂરો :શિયાળામાં કેરીનો રસ... આ શબ્દો સાંભળીને વિચાર પણ ન કરી શકાય. શિયાળામાં કેરીનો રસ કેવી રીતે આવે. પરંતુ આજે મહાસુદ બીજના દિવસે અમદાવાદના નવાપુરા બહુચરાજી મંદિર ખાતે કેરીના રસ અને રોટલીનો થાળ ધરાવાય છે. આ મંદિરમાં આજના દિવસે કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. તેથી કોલ્ડ સ્ટોરેજમાં સાચવેલી કેરીથી અહી માતાને ભોગ ધરાવાય છે. ત્યારે આ વર્ષે કોરોના કાળમાં પણ પ્રસાદ ધરાવવાની પ્રથા જાળવવામાં આવી હતી. સાથે જ મંદિરમાં અન્નકૂટના દર્શન પણ ખાસ બની રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ડિસેમ્બરમાં કેરીનો રસ ધરાવાય છે  
નવાપુરા બહુચરાજી મંદિર ખાતે આજના દિવસે કેરીના રસ અને રોટલીના પ્રસાદનું અનેરુ મહત્વ છે. સાલ 1732 માગસર સુદ બીજમાં પહેલીવાર વલ્લભ સ્વરૂપે બહુચર મા અને ધોળા સ્વરૂપે નારસિંગ દાદાએ આવીને ભટ્ટ મેવાડાઓને કેરીના રસ અને રોટલીની નાત જમાડી હતી. તેની યાદ મા અમદાવાદ નવા પુરા બહુચરાજી મંદિર ખાતે અન્નકૂટના દર્શન અને રસ-રોટલીનો પ્રસાદ કરાય છે. 


ગુજરાતમાં કોલ્ડવેવની શરૂઆત, નલિયામાં પારો 8 ડિગ્રીએ પહોંચ્યો 


[[{"fid":"297234","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"annakut_bahuchar_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"annakut_bahuchar_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"annakut_bahuchar_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"annakut_bahuchar_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"annakut_bahuchar_zee2.jpg","title":"annakut_bahuchar_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ વિશે મંદિરના પૂજારી અલ્કેશ ત્રિવેદી અને હરીશભાઈ ત્રિવેદી જણાવે છે કે, આ સીઝનમાં કેરી મળવી તો મુશ્કેલ છે. તેથી ડેરી ઉદ્યોગોના કોલ્ડ સ્ટોરેજમાં રખાતી કેરીઓ લાવીને રસ બનાવવામાં આવે છે. ભક્તો પણ અહીં કેરીઓ ચઢાવતા હોય છે. અનેક ભક્તો આ દિવસ માટે કેરીઓને પોતાના ઘરમાં ફ્રિજમાં સાચવીને રાખતા હોય છે અને આજના દિવસે થાળમાં ધરાવે છે. જોકે, આ વર્ષે તેનુ પ્રમાણ ઓછું જોવા મળ્યું.


મંદિરમાં કોરોનાની અસર
મંદિરમાં અન્નકૂટ અને રસ-રોટલીનો પ્રસાદ માણવા માટે દર વર્ષે લાખો ભક્તો આવતા હોય છે. પરંતુ આ વર્ષે મંદિરમાં કોરોનાને કારણે ભક્તોની હાજરી બહુ જ પાંખી છે. ગત વર્ષ સુધી અન્નકૂટના દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગતી હતી. દર વર્ષે બે-ત્રણ કલાકે ભક્તોનો વારો આવે એટલી લાઈન લાગતી હતી. પરંતુ આ વખતે મંદિર સાવ ખાલી છે. સાથે જ ભક્તો દર્શન કરીને તરત નીકળી જાય તેવી વ્યવસ્થા અમારા દ્વારા ગોઠવવામાં આવી છે. મંદિર પરિસરમાં ચાલી રહેલા ભજનમાં બેસવાની પણ પરમિશન અપાઈ નથી.


જેતપુર : મામી સાથે સંબંધ રાખનાર ભાણેજને મામાએ પહેલા દારૂ પીવડાવ્યો, અને બાદમાં કૂવામાં ફેંકી દીધો