પત્નીની મદદ લઈને કરતા હતા લૂંટ, શહેરમાંથી પકડાઈ આંતરરાજ્ય ગેંગ
બેન્કમાંથી રૂપિયા ઉપાડીને જતા લોકોને લૂંટી લેતી દિલ્હીના બે દંપતીને પોલીસે દબોચી લઈને 5 લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, પોલીસે હેલ્મેટના સ્ટાર પરથી લૂંટારા દંપતીને ઝડપી પાડ્યા
જાવેદ સૈયદ/અમદાવાદઃ શહેરની મણિનગર પોલીસે લૂંટના ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. આ ગેન્ગ બેન્કમાંથી રૂપિયા ઉપાડીને જતા લોકોને પોતાનો શિકાર બનાવતી હતી. પોલીસે આ લૂંટારુ ગેંગના બે દંપતીને દબોચી લી 5 લૂંટના ગુનાનો નભેદ ઉકેલ્યો છે. પોલીસે દ્વારા આરોપીઓના હેલ્મેટના સ્ટાર પરથી લૂંટારા દંપતીને ઝડપી લીધા છે.
શહેરમાં લૂંટ અને ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતી દિલ્લીની ગેંગ મણિનગર પોલીસે ઝડપી પાડી છે. પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળતા પોલીસે આરોપીઓને પલ્સર બાઈક અને હેલ્મેટ પર સ્ટારના નિશાનની ઓળખ પરથી આ આંતરરાજ્ય ગેંગને ઝડપી લીધી છે. પોલીસે અહેસાન કુરેશી, તેની પત્ની નઝમા કુરેશી અને મોહંમદ નિયાઝ અને તેની પત્ની માહેજોહરા મોહમ્મદ નિયાઝની ધરપકડ કરી છે.
[[{"fid":"200992","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
પોલીસે આરોપીઓ પાસેથી પોલીસે 15 મોબાઈલ, મંગળસૂત્ર અને અન્ય વસ્તુઓ મળી કુલ રૂ 2.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી શહેરના માધુપુરા, ઇસનપુર, વટવા જીઆઈડીસી અને મણિનગરના લૂંટના ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે.
અમરેલી : લગ્નમાં ઘોડીના મોતના લાઈવ દ્રશ્યો જોઈ હચમચી ઉઠશો
આ અંગે માહિતી આપતા મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ પટેલે જણાવ્યું કે, "લૂંટ કરતી આંતરરાજ્ય ગેંગ મૂળ દિલ્લીની છે. ગોહર શબ્દર અલી નામનો શખ્સ આ ગેંગને ઓપરેટ કરતો હતો. ગેંગનો એક સભ્ય બેન્કમાં જતો અને જે વ્યકતિ બેન્કમાંથી વધુ રૂપિયા ઉપાડે તેની રેકી કરતો. ત્યાર બાદ બેન્ક બહાર ઉભેલા ગેંગના અન્ય સાગરીતોને તે માહિતી આપતો હતો.
કલરકામ કરનાર પતિની કારની માંગણીથી કંટાળીને પત્નીએ એવું પગલું ભર્યું કે...
[[{"fid":"200993","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ઝડપયેલા અહેસાન અને મોહમદ નિયાઝ મુખ્ય આરોપી ગોહર સાથે મળી લૂંટના ગુનાને અંજામ આપતા હતા. કોઈ ને શક ના પડે તે માટે આરોપીઓ તેમની પત્ની અને બાળકોને સાથે રાખી હોટેલમાં રોકાણ કરતા હતા. તેઓ બાઈક પર નીકળી એકલ દોકલ જતી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા. બેન્કમાંથી રૂપિયા ઉપાડીને જતીને રસ્તામાં રોકીને લૂંટી લેતા હતા. આ કામમાં કેટલીક વખત તેઓ તેમની પત્નીની પણ મદદ લેતા હતા."
દિલ્લીની આ લૂંટ કરતી ગેંગ અગાઉ મુંબઈ અને દિલ્લી પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે. જેના કારણે ગુજરાતમાં આવી લૂંટના ગુનાને અંજામ આપતા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસે બંને લુંટ કરતા દંપતીના રિમાન્ડ મેળવી ગેંગના માસ્ટર માઈન્ડ ગોહરની શોધખોળ હાથ ધરી છે.