ઉદય રંજન/અમદાવાદ: જિલ્લાના મણીપુરમાં લક્ઝુરિયસ બંગલો ભાડે રાખીને હોલસેલમાં દારૂનું વેચાણ કરતા 9 શખ્સોનું જિલ્લા એલસીબીએ ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસને 14.09 લાખની કિંમતનો વિદેશી દારૂ-બિયર મળ્યો!
અમદાવાદના જિલ્લાના મણિપુર ગામ નજીક આવેલા જલદીપ હોલિડે હોમ્સ માં અમદાવાદ ગ્રામ્ય LCB બાતમી ના આધારે દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની અલગ અલગ બે કેસ કરી અલગ અલગ બે બંગલા માંથી 9 બુટલેગરની ધરપકડ કરી છે. બે જુદાજુદા બંગલા તેમજ બે કારમાંથી પોલીસને 14.09 લાખની કિંમતનો વિદેશી દારૂ-બિયરની 5348 બોટલ-ટીન મળી છે. 


પોલીસે બંગલો ભાડે આપનારા માલિકોને પણ શોધ્યા!
છેલ્લા અઢી માસથી ચાલી રહેલા વિદેશી દારૂના સપ્લાયના નો પર્દાફાશ અમદાવાદ જિલ્લા એલ સી બી એ કર્યો છે સમગ્ર બંને કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરી બે કાર, બે ટુ વ્હીલર, 10 મોબાઇલ ફોન તેમજ રોકડ સહિત નો મુદ્દામાલ કબજે લીધો છે. અમદાવાદ જિલ્લા LCB એ દારૂ સપ્લાયનું રેકેટ ચલાવતા ફરાર સૂત્રધારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે સાથે પોલીસે બંગલો ભાડે આપનારા માલિકો ને પણ શોધખોળ શરુ કરી છે.


ફરાર બુટલેગરની શોધખોળ શરુ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ LCB ને દારૂના મોટા જથ્થા નું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેથી LCBની ટીમ ગુરુવારે રાતે પ્રાર્થના ઉપવન પાસે જલદીપ હોલિડે હોમ્સ-જલધારા બંગલો માં આવેલા બે મકાન નંબર 77 અને 15 ખાતે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન બંગલા નંબર 15 ખાતેથી દારૂનો જથ્થો ભરેલી બે કાર અને બે બાઈક મળી આવ્યા હતા. સ્થળ પરથી ફરાર બુટલેગરના પિતા શંભુ સિંહ સિસોદિયા, બુટલેગરના સાળા સહિત 8 શખ્સોની ધરપકડ કરી 9.51 લાખનો દારૂ અને વાહનો સહિત 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બંગલા નંબર 77 ખાતે હરીશ મીણા નામના આરોપી ને ઝડપી લઈ 4.58 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જ્યારે આ કેસના સુત્રધાર દિલીપ કલાસવા ઉર્ફે વિજય ઉર્ફે પ્રવિણ સહિત બે જણાને ફરાર બુટલેગરની શોધખોળ શરુ કરી છે


આ રીતે બુટલેગરો દારૂ અમદાવાદમાં ઘૂસાડતા
બુટલેગરો ગુજરાત પોલીસના હાથ ઝડપાય નહિ એ માટેથી રાજસ્થાનથી દારૂ ભરી એમપી થઇ ગુજરાતની ડાંગ બોર્ડરથી ગામડાઓના રસ્તો મારફતે અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરીને દારૂ કારમાં ભરીને લાવતા હતા. કારમાં ઓછા પ્રમાણમાં ચોરી છુપી દેશી દારૂ-બિયરનો જથ્થો ભરીને બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મણીપુર ગામની સીમમાં આવેલા જલદીપ હોલિડે હોમ્સમાં આવેલા બંગલો ખાતે લવાતો હતો. બંગલામાં દારૂનો જથ્થો આવ્યા બાદ સૌરાષ્ટ્ર અને અમદાવાદ શહેરમાં અને બોપલ શીલજમાં એક એક પેટીની સપ્લાય નાના નાના બુટલેગરોને વેચવામાં આવતો હતો.