મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાતમાં યોજાનારી લોકરક્ષકની પરીક્ષામાં હવે પોલીસ રોજ નવા ખુલાસા કરી રહી છે. પોલીસની તપાસમાં હવે પેપર લીક કરનાર હરિયાણાનો મુખ્ય સૂત્રધાર મનીષ શર્માની પણ ઓળખ થઇ ચૂકી છે. મનીષ શર્મા અને અશોક શાહુ બંને ભેગા મળીને ગુજરાતમાં પેપર આપવા માટેનું કાવતરૂ રચ્યું હતું. એટલું જ નહીં મનીષ શર્મા એ મધ્યપ્રદેશમાં FCIનું પેપર લીક કરવામાં પણ 2 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા અને તે કેસમાં વોન્ટેડ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: CIDએ માગ્યા ભાર્ગવી શાહના વધુ રિમાન્ડ, કોર્ટે મોકલી જ્યુડિશિયલ કસ્ટડીમાં


જોકે સાથી-મિત્ર આરોપી અશોક શાહુ તે વાતનો ખુલાસો નથી કરતો કેટલા સમયથી પેપર લીક કરવાની કામગીરી કરતા હતા. તો બીજી તરફ પોલીસે અત્યાર સુધી કરેલી તપાસમાં 30થી વધુ લોકોએ આ પેપર ખરીદવા માટે પાંચ-પાંચ લાખ રૂપિયાના ચેક આપ્યા હોવાનું પણ સામે આવી છે. જોકે પોલીસે આ કેસમાં 40થી વધુ લોકોની અટકાયત કરી અને સમગ્ર લીંક જાણવા પ્રયાસો શરૂ કર્યા છે.


વધુમાં વાંચો: ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસ પુન: શરૂ, આ ટાઇમિંગ પર કરી શકશો મુસાફરી


ઉલ્લેખનીય છે કે મનીષ પ્રેસમાંથી પેપર ખરીદ્યું હતું અને ત્યારબાદ અશોક માધ્યમથી ગુજરાતમાં વેચવાની વાત કરી હતી. જોકે આ માટે અશોક શાહ, અશ્વિન સુરેશ પંડ્યા અને નિલેશ ચૌહાણ સાથે અમદાવાદની હોટલમાં મિટિંગ પણ કરી હતી. મહત્વની વાત એ છે કે તે પેપર લીક કૌભાંડમાં મુખ્ય આરોપી છે. જેને ઝડપી લેવા પોલીસે તમામ ટીમો કામે લગાડી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...