ઝી બ્યુરો/અમદાવાદ: લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપે ચાર રાજ્યોમાં પ્રભારીઓની નિમણૂંક કરી દીધી છે. આ સાથે જ ગુજરાતના કદાવર નેતા નીતિન પટેલ અને મનસુખ માંડવિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી પ્રભારીઓની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છત્તીસગઢના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 3 વરસાદી સિસ્ટમ સક્રિય


આગામી વિધાનસભાની ચૂંટણી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં આવનારી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર અધ્યક્ષ જેપી નડ્ડાએ ચાર રાજ્યોમાં પ્રભારીઓની નિમણૂંક કરી છે.


ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર કેમ ના આપ્યો સ્ટે, હાઈકોર્ટના જજે આપ્યા આ કારણ


ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેના ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે. આ ક્રમમાં ભાજપે રાજસ્થાનમાં પ્રહલાદ જોશીને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રભારીની કમાન સોંપવામાં આવી છે. આ સાથે અશ્વની વૈષ્ણવને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.


ઓમપ્રકાશ માથુરને છત્તીસગઢમાં ચૂંટણી પ્રભારી અને મનસુખ માંડવિયાને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે અને તેલંગાણામાં પ્રકાશ જાવડેકરને ચૂંટણી પ્રભારી અને સુનિલ બંસલને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે.