rahul gandhi defamation case : ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર કેમ ના આપ્યો સ્ટે, હાઈકોર્ટના જજે આપ્યા આ કારણો
rahul gandhi case judgement ; રાહુલ ગાંધી સામે મોદી અટક બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો...સુરતની નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારનાર રાહુલ ગાંધીને રાહત ન અપાઈ...હાઈકોર્ટે 2 વર્ષની સજા યથાવત રાખી...રાહુલ ગાંધીની સંસદપદ પાછું મળવાની આશા પર પણ પાણી ફરી વળ્યું...
Trending Photos
rahul gandhi defamation case : રાહુલ ગાંધીને આજે ગુજરાતમાંથી ઝટકો લાગ્યો છે. સેશન્સ બાદ હાઈકોર્ટે પણ સજા પર સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો છે. જેને પગલે રાહુલની રાજકીય કારકીર્દી પર પ્રશ્નાર્થ સર્જાયો છે. જો રાહુલને સુપ્રીમમમાંથી પણ સ્ટે નહીં મળે તો 2024ની ચૂંટણી લડી શકશે નહીં. આમ તેઓ 8 વર્ષ સુધી સાંસદ નહીં બની શકે. હાલ રાહુલ ગાંધી કોંગ્રેસનો પ્રમુખ ચહેરો છે. આ સમયમાં રાહુલ ગાંધી કાયદાકીય લડતમાં ફસાતાં કોંગ્રેસ પણ આ સજા પર સ્ટે મૂકવા માટે મરણિયા પ્રયાસો કરી રહી છે.
જો રાહુલ ગાંધીની સજા પર સ્ટે નહીં મુકાય તો તેનાથી તેમને અન્યાય નહીં થાય. સજા પર સ્ટે આપવો એ કોઈ નિયમ નથી અને તેનો ઉપયોગ ફક્ત ભાગ્યે જ કોઈ કિસ્સાઓમાં થવો જોઈએ. રાહુલ ગાંધી સામે 10 ગુનાહિત કેસ પેન્ડિંગ છે. આ કેસ પછી પણ તેની સામે કેસ નોંધવામાં આવ્યા છે. જનપ્રતિનિધિ સ્વચ્છ ચરિત્રના હોવા જોઈએ. નીચલી અદાલતે આપેલો નિર્ણય બિલકુલ સાચો અને કાયદાના દાયરામાં છે. આથી તેની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દેવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી પડશે
હવે રાહુલ ગાંધી આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. જો સુપ્રીમ કોર્ટ પણ સજા પર સ્ટે આપવાનો ઇનકાર કરશે તો રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડી શકશે નહીં. જણાવી દઈએ કે માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. શુક્રવારે સુનાવણી દરમિયાન, કોર્ટ રૂમમાં બંને પક્ષોના વકીલો હાજર હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ વકીલ તરીકે કોર્ટમાં પહોંચ્યા હતા.
હાઈકોર્ટમાંથી કોઈ રાહત નથી
મોદી સરનેમ માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે રાહુલ ગાંધી હાઈકોર્ટમાં ગયા હતા. માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. 23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019ની લોકસભા ચૂંટણી સંબંધિત નિવેદન બદલ રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી તેમની લોકસભાની સદસ્યતા જતી રહી હતી. રાહુલ ગાંધીએ CJM કોર્ટના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી હાઈકોર્ટ પહોંચ્યા હતા.
વેકેશનના કારણે નિર્ણય અટકી ગયો હતો
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.એમ.પ્રચાકે 2 મેના રોજ આ માનહાનિ કેસમાં સુનાવણી પૂર્ણ કરી હતી. આ પછી ઉનાળુ વેકેશન માટે હાઈકોર્ટ બંધ થઈ ગઈ હતી. હાઈકોર્ટમાં જસ્ટિસ પ્રાચાક આજે સવારે 11 વાગ્યે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો.
બંને પક્ષે દલીલો રાખવામાં આવી હતી
રાહુલ ગાંધીની અપીલ પર હાઈકોર્ટમાં લાંબી ચર્ચા થઈ હતી. બે દિવસની સુનાવણીમાં રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. તેમણે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની માંગની તરફેણમાં ઘણી દલીલો રજૂ કરી હતી. તો બીજી તરફ આ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી તરફે હાજર રહેલા વકીલોએ કહ્યું હતું કે કોર્ટ દ્વારા સજા થયા બાદ પણ રાહુલ ગાંધીના સ્વભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તેઓ કોર્ટમાં રાહત માંગી રહ્યા છે અને બહાર જાહેરમાં કહી રહ્યા છે કે હું કોઈપણ સજા ભોગવવા તૈયાર છું. બંને પક્ષોની તમામ દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ હેમંત એમ પ્રાચકે આદેશ માટે મામલો અનામત રાખ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે